એક્સપ્રેસ હાઈવેના વધતા ટ્રાફિકથી સમસ્યા નાં ઉકેલ માટે BAPS સંસ્થાએ જગ્યા આપી, પાલિકા દ્વારા કામ શરૂ
વડોદરા: વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી રહી હતી. ખાસ કરીને પ્રિયંબરી કેન્ટિંગ નજીકના રોડ પર, એક્સપ્રેસ હાઈવે થી આવતા ભારે ટ્રાફિકને કારણે લોકો બહુ પરેશાન હતા. આ સમસ્યા ઉકેલવા માટે BAPS સંસ્થાએ લાભદાયી પગલુ ભરી શહેરને મોટી રાહત આપી છે.

BAPS સંસ્થાની મિલકત નજીક પાલિકા તરફથી વોર્ડ નં 12 વિસ્તારમાં TP રોડ ટ્રાફિક ના કારણે મોટો કરવાનો નિર્ણય કરાયો . સંસ્થાએ પાલિકા સાથે વાત કરી અને પોતાની માલિકીની જમીનમાંથી 15 ફૂટ પહોળી અને 200 ફૂટ લાંબી જ્યાર—રોડ માટે ખુલ્લી કરી આપવા મંજૂરી અપાતા પાલિકા દ્વારા BAPS સંસ્થાના કમ્પાઉન્ડ વોલ તોડી, જગ્યા રસ્તા માટે ખુલ્લી કરવામાં આવી છે.
આ પગલાથી ટ્રાફિક સમસ્યા ઓછી થશે અને લોકો આનંદથી પ્રવાસ કરી શકશે. સ્થાનિક રહીશો અને મુસાફરો બંનેએ BAPS સંસ્થાનો આ સહયોગ ખુબ જ સરાહનીય ગણાવ્યો છે.

આ અંગે પાલિકા સૂત્રોએ કહ્યું કે, “વિસ્તારના વિકાસ અને ટ્રાફિક સમસ્યા નિવારણે BAPS સંસ્થાએ ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે.” તાજેતરમાં શરૂ થયેલું કામ ઝડપથી પૂરુ કરીને રસ્તો ખુલ્લું મુકવામાં આવશે, અને લોકો ને ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે.