ખંડીવાવ ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
પંચમહાલ જિલ્લાના જાબુઘોડાના યુવકનું ખંડીવાવ ગામ પાસે અજાણ્યા વાહન ટક્કરે અકસ્માત થતાં તે ઇજાગ્રસ્ત થયો હતો જેને વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના ખોડસલ ગામે બારિયા ફળિયામાં મકાન નંબર 163મા રહેતા અલ્પેશભાઇ નરસિહભાઇ બારીયા (ઉ.વ.42) ગત તારીખ 24મી ડિસેમ્બરના રોજ ખંડિવાવ ગામ પાસે પોતાની બાઇક લઇને જતા હતા તે દરમિયાન અચાનક કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં અલ્પેશભાઇ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા બાઇકને પણ નુકસાન થયું હતું.ઇજાગ્રસ્તને સારવાર અર્થે બોડેલી સીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર અર્થે રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલ લાવતા હતા તે દરમિયાન રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું જેથી મરણ હાલતમાં એસ.એસ.જી. લાવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.