Vadodara

અજાણ્યા બાઇકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી. હોસ્પિટલમાં મોત




(પ્રતિનિધિ) વડોદરા તા.18

આણંદ જિલ્લાના વાસદ મુકામે રહેતા એક મહિલાને ચાલતા જતાં હતાં તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત મહિલાનું વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યાં મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જિલ્લાના વાસદ મુકામે રહેતા જ્યોત્સનાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા નામના 36 વર્ષીય મહિલા ગત તા. 11-10-2024 ના રોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ દાવોલ ગામેથી ચાલતા જતાં હતાં તે દરમિયાન અચાનક એક અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટે લેતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને પ્રથમ પ્રાથમિક સારવાર અર્થે બોરસદ ખાતેના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબિયતમાં સુધારો ન જણાતા તેઓને વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા. 18-10-2024ના રોજ સર્જરી યુનિટ ખાતે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું હોસ્પિટલના તબીબોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top