Vadodara

અજાણ્યા ટ્રકની ટક્કરે બે અલગ અલગ બનાવમાં બે વ્યકિતનાં મોત નીપજયાં

લીમખેડામા ટ્રેક્ટર પાછળ બેઠેલા વ્યક્તિને પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

સંતરામપુર થી સંતરોડ જતાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા. 24

અલગ અલગ સ્થળોએ બનેલા બે બનાવમાં અજાણ્યા ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત બે યુવકોના એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં મૂળ રાજસ્થાનના ઉદયપુર સમાદ મંદાર ગામના ચિટુકા પાયામાં રહેતો 21 વર્ષીય પરણિત યુવક બાબુ નુરુરામ લીમખેડા નેશનલ હાઇવે નંબર 47ખાતે આવેલી લીમખેડા શ્રીરામ હોટલમાં વેઇટર તરીકે ફરજ બજાવતો હતો અને આ હોટલમાં જ રહેતો હતો તે ગત તા. 23 જાન્યુઆરીના રોજ રુટિન કામગીરી મુજબ વાસણ ધોવાનું પાણી લઇ અન્ય સાથી કર્મચારી સાથે ટ્રેક્ટર માં બેસીને હાઇવે પાસેના જંગલમાં ગયો હતો જ્યાં ગંદું પાણી ઠાલવી હોટલ તરફ ટ્રેક્ટર માં પાછળ બેસીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દાબડા ગામ પાસે પાછળથી પૂરઝડપે આવેલા અજાણ્યા ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટરમા સવાર બાબુ નુરુરામ તથા રણજીત ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી બાબુ નુરુરામ ને વધુ સારવાર અર્થે વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાબુ નુરુરામ ને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં એક પગની નસો ફાટી જતાં તે લોહિલુહાણ થતાં ખૂબ જ લોહી વહી ગયું હતું જ્યારે બીજા પગમાં પણ ફ્રેકચર થયું હતું જ્યારે તેને રાત્રે એસ.એસ.જી.હોસ્પિટલમા ઇમરજન્સી વોર્ડમાં લાવ્યા ત્યારે અહીં નસો માટેના તબીબ ઉપલબ્ધ ન હોવાથી હાજર તબીબે ઇજાગ્રસ્તને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અથવાતો ખાનગી હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું જેથી શહેરના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધારે બ્લિડિંગ થવાથી સતત બ્લડપ્રેશર પણ ઘટ્યું હોય ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજયું હતું જેથી તેના પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત રણજીત ચૌહાણને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.આ અકસ્માત સંદર્ભે લીમખેડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સાથે જ અકસ્માત કરનાર ટ્રકને ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હોટલ માલિકના જણાવ્યા અનુસાર, બાબુ નુરુરામ પરણિત હતો તેના પરિવારમાં પત્ની, પાંચ માસનું બાળક તથા માતા પિતા, ત્રણ બહેનો છે મૃતક દસમા ધોરણ સુધી અભ્યાસ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા લીમખેડાના હોટલમાં વેઇટર તરીકે ફરજ બજાવતો હતો.

બીજા એક બનાવમાં, મોરવાહડફ તાલુકાના તાજપુર ગામે રહેતા આશરે 18વર્ષીય ડામોર અનિલ બળવંતભાઈ નામનો યુવક ગત તા. 21જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે વાળ કપાવીને ઘરે આવતો હતો તે દરમિયાન અજાણ્યા ટ્રકે અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર અર્થે ગત તા. 21જાન્યુઆરીના રોજ બપોરે સવા બે કલાકે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં તેનું શુક્રવારે વહેલી સવારે સારવાર દરમિયાન એસ.આઇ.સી.યુ વિભાગમાં મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સંતરામપુર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના સગાના જણાવ્યા અનુસાર ઘરમાં તે એકનો એક દીકરો હતો માતાનું અવસાન થયું હોય ઘરમાં પિતા અને પુત્ર બે જ લોકો રહેતા હતા પિતા કડિયાકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અનિલ વાળ કપાવવા ગયો હતો જ્યાંથી પરત ફરતા કાળ બનીને આવેલા ટ્રટે પિતાનો એકનો એક સહારો છીનવી લીધો હતો.

Most Popular

To Top