Vadodara

અજાણ્યા ઈસમો દ્વારા રોડ ની મધ્યમાં સંકાસ્પદ રીતે તાર બાંધવામાં આવ્યા.

ડભોઇ થી વાઘોડિયા જવા માટે હાલ ગોઝાલી નજીક ઢાઢર નદી ઉપર બ્રિજ નું કામ ચાલતું હોય જેને લઇ 31 ડિસેમ્બર સુધી વાહન વ્યવહાર ને ડાયવર્ટ કરવામાં આવ્યો છે બાઈક સવારો અંતરિયાળ ગામ કરાલી, કરાલીપૂરા થઈ પસાર થતા હોય ત્યારે વે વૃક્ષ નો સહારો લઇ અજાણ્યા ઈસમો દ્વારા રોડ ની મધ્યમાં સંકાસ્પદ રીતે તાર બાંધવામાં આવ્યો હોય જેને લઇ સ્થાનિક રાહદારીઓ માં કુતૂહલતા જોવા મળી હતી જોકે આ તાર સાના માટે બંધાયો સાથે કોઈ લૂંટ કે કોઈ વ્યક્તિને નુકશાન પહોચાડવા બંધાયો તેવા તર્ક વિતર્ક ઊભા થયા છે.

ડભોઇ થી વાઘોડિયા જવા માટે મોટા ભાગે રાહદારીઓ હાલ ગોજાલી ચાલી રહેલ બ્રીજની કામગીરીને લઇ તરસાના, થી કરાલી, કરાલી પૂરા માર્ગ નો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગત મોડી સાંજે એક વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક રોડ ની મધ્યમાં કરાલી, કરાલી પૂરા માર્ગ ઉપર બે વૃક્ષ નો સહારો લઇ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સંકાસ્પદ રીતે તાર બાંધી રાખ્યો હોય જેને કારણે બાઈક સવાર રોડ ઉપર ફગોડાયો હતો અને સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ આ બનાવ સ્થાનિકો માં તર્ક વિતર્ક સર્જાયા છે આં તાર શાના માટે બાંધવામાં આવ્યો રાત્રિ સમયે આં માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ઓછો હોય છે ત્યારે લૂંટ નાં ઇરાદે કોઈ ઈસમો દ્વારા તાર બંધાયો હોય કે પછી. કોઈ વ્યક્તિ ને નુકશાન પહોચાડવા તાર બાંધવામાં આવ્યો હોય જેવાં તર્ક વિતર્ક ઊભા થયા છે. જોકે રાહદારીઓ ને બ્રીજની કામગીરી ને કારણે અંતરિયાળ રસ્તાઓ માંથી પસાર થવું પડતું હોય છે તેવામાં જો કોઈ ઘટના બને તેને લઇ સઘન પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Most Popular

To Top