એમ.એસ.યુનિવર્સિટિના એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે રોડ ક્રોસ કરતી મહિલાને ઓટો રિક્ષા ચાલકે ટક્કર મારી રિક્ષા ચાલક ભાગી ગયો હતો
આશરે 45વર્ષીય અજાણી મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી હતી જેઓનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા એમ.એસ.યુનિવર્સિટીના એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે ગત તા. 26જાન્યુઆરીની સાંજે રોડ ક્રોસ કરતી મહિલાને ઓટો રિક્ષા ચાલકે ગફલતભરી રીતે રિક્ષા હંકારી ટક્કર મારી ભાગી ગયો હતો આ અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ ગુનામાં સયાજીગંજ પોલીસે ફરાર ઓટોરિક્ષા ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 26મી જાન્યુઆરીના રોજ શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે એક અજાણ્યા 45વર્ષીય મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન એક પૂરઝડપે આવેલી ઓટો રિક્ષાના ચાલકે મહિલાને અડફેટમાં લેતા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માત સર્જી રિક્ષા ચાલક ત્યાંથી ભાગી છૂટયો હતો.અકસ્માતમા ઇજાગ્રસ્ત મહિલાને લોકોએ એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આમ ઘટના સ્થળે જ મહિલાનું મૃત્યુ નિપજાવી ભાગી છૂટેલા રિક્ષા ચાલકની સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી કેમેરા, ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે ધરપકડ કરી હતી.પકડાયેલા ઓટો રિક્ષા ચાલક જીજ્ઞેશ તુષારભાઇ પંડ્યા (ઉ.વ.64)હોવાનું તથા તે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કોતર તલાવડી,સંતોકનગર સામે,ચંદ્રાવતીનગર માં મકાન નંબર 24મા રહેતો હતો પોલીસની પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો જેથી પોલીસે તેને ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીડબલ્યુ-3915 સાથે જેની આશરે કિંમત રૂ 1,00,000ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે