વડોદરા : નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે.ત્યારે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના ગરબા મેદાનો ઉપર ખેલૈયાઓ રંગબેરંગી વસ્ત્રોમાં થઈને મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યાં તો એવા કેટલાય ખેલૈયાઓ છે.જે એક આગવું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. તેમાંના એક છે શહેરના અવનીશ સોની,જેઓ એક વિશાળ પાઘડી પહેરી ગરબે ઘૂમી રહ્યા છે.30 ફેંટાની પાઘડી જેને ઊંચકતાજ હાથ નમી જાય,આશરે 100 કિલો જેટલું વજન ધરાવતી પાઘડીને આ યુવાન માથે પહેરી ગરબે ઘૂમી રહ્યો છે. આ પાઘડી પહેરતા 1 કલાકનો સમય લાગ્યો હોવાનું યુવાનનું કહેવું છે. શહેરના એક પ્રસિદ્ધ ગરબા મહોત્સવમાં અવનીશ સોની આ પાઘડી પહેરીને ગરબે ઘૂમતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.