Vadodara

અજબડી મિલમાં રખાયેલા વાહનોમાં આગ, 12 કાર બળીને ખાક



1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો


વડોદરા શહેરના પાણીગેટના અજબડી મિલ વિસ્તારમાં મોટી સંખ્યામાં કબાડી માર્કેટ છે. જેમાં એક કબાડી માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા જ પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આશરે 10 જેટલી ગાડીઓ સળગીને ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બે ફાયર ગાડીઓની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.

વડોદરા શહેરની અજબડી મિલમાં રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગતાં 12 જેટલી કાર બળીને ખાક થઈ ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા 10 જેટલી ગાડીઓને બચાવી લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

વાસી ઉત્તરાયણના રોજ રાત્રીના સમયે વડોદરા શહેરની અજબડી મિલ ખાતે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સતત પાણીની મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે 12 ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી અને 10 ગાડીઓ બચાવી લેવાઈ હતી.
અહી કાદરી મોટર્સ નામથી દુકાન આવેલી છે, તેમની જ આ ગાડીઓ હતી. જેમાંથી કેટલીક સ્ક્રેપ હતી. તો કેટલીક ચાલુ કન્ડીશનમાં હતી. આગ ક્યા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ અમે 2 ગાડીઓ સાથે સ્થળ પરદોડી ગયા હતા અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Most Popular

To Top