હનુમાનજીના મંદિરોને તોડી જેમણે અગોરા નામનું એક સિટી સેન્ટર ઊભું કર્યું એવા આશિષ હવે આ દુનિયામાં નથી, પણ વિવાદો હજુ તેમનો પીછો છોડતા નથી
વડોદરા: રૂપિયાની લ્હાયમાં એકાએક બીમારીના ભોગ બન્યા અને પરલોક જતા રહ્યા.પરંતુ આશિષ શાહના વિવાદોનું ભૂત હજુ ધૂણી રહ્યું છે અગોરામાં તો ખરું પરંતુ સાથે સાથે સ્કાયરાઇઝ બાલાજીના પ્રોજેક્ટ માં પણ
બાલાજી સ્કાયરાઇઝ જે માધવ નગર અને કેશવ નગરમાં આવેલું હતું, ત્યાં ગરીબોના આવાસ હતા. દસ વર્ષ પણ નહોતા થયા અને ગરીબોના આવાસ જમીનદોસ્ત થઈ ગયા. જેના કારણે અનેકના મોત નીપજ્યા હતા. ત્યાં બાલાજી સ્કાયની આશિષ દ્વારા ઓફીસ ઉભી કરવામાં આવી હતી.
2021 થી બાલાજી પ્રોજેક્ટમાં દુકાનો લેનારા કે પાછળ મકાનો લેનારા છેતરાયા છે. છેતરાયા બાદ લોકોએ રેરામાં ફરિયાદ કરી તો ખરી પરંતુ આશિષના હાથ લાંબા હોવાના કારણે કોઈ કાર્યવાહી ના થઈ. ત્યારબાદ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. કોઈ સાંભળનાર ન હતું. આશિષ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા જ તૈયાર ન હતું.
આશિષે યુકો બેંક સાથે પણ ઠગાઈ કરી. આશિષના જે તે સમયના એન્જિનિયર હતા, કોન્ટ્રાક્ટર હતા તેમના દ્વારા કમ્પ્લીશન મળે એવા કાગળિયા પણ ફ્રોડ કરી બનાવી દેવામાં આવ્યા. રેરા માં અનેકવાર લખવામાં આવ્યું કે કોઈ વસ્તુ કમ્પ્લીટ થઈ નથી.
અગોરા પ્રોજેક્ટમાં પાછળની સાઈડે બિલ્ડીંગ બનાવેલું છે. એના ફ્લેટના મેન્ટેનન્સના પૈસા પણ આશિષની કંપની ચાઉ કરી ગઈ છે. યુકો બેંકની નોટિસ લાગી ગઈ છે. યુકો બેન્ક સાથે પણ કરોડોની છેતરપિંડી આશિષ દ્વારા કરવામાં આવી છે. આ તમામ વાત ને લઈને દુકાનદારો અને ફ્લેટ ધારકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
2021 માં ફૂડ કોર્ટ, પાર્કિંગ આ તમામની ખાતરી આપવામાં આવી હતી. આ મિલકત આખી યુકો બેંકમાં મોર્ગેજ છે. મેન્ટેનન્સ ના પૈસા આપ્યા નથી. જેને કારણે લિફ્ટ પણ ચાલતી નથી. લાઈટ બિલ પણ ભરાતા નથી. જેમણે સોસાયટી બનાવી છે તેઓએ ભેગા થઈ લાઈટ બિલ ભરી લાઈટ ચાલુ કરાવી પડી હતી. આશિષ ની કંપની એ છેતરપિંડી કરી છે. હજુ પણ એ કંપની તો ચાલુ જ છે .અગોરા મોલ પણ બીજાને વેચાઈ ગયો છે પરંતુ અંદર ખાતે સંચાલન આશિષની કંપની અને આશિષના માણસો જ કરી રહ્યા છે.
મેન્ટેનન્સના રૂપિયા અમને આપ્યા નથી

ગોવિંદ નરસિંહ આહુજા સોસાયટીના પ્રમુખ જણાવે છે કે સોસાયટીમાં રહેવા આવ્યા બાદ બિલ્ડરે અમને જે જણાવ્યું હતું તે પ્રમાણેનું આજની સુધી બાંધકામ નથી. ત્રણ વર્ષ થયા આજે પણ કોર્પોરેશનના કનેક્શન નથી. બિલ્ડરે જ્યારે અમને જ્યારે અમોને સોસાયટી એન્ડ ઓવર કરી જે પણ ફંડ મેન્ટેનન્સના નામ પર લેવામાં આવ્યું હતું તેનો એક રૂપિયાનો હિસાબ આપ્યો નથી અને મેન્ટેનન્સના રૂપિયા પણ અમને આપ્યા નથી. લિફ્ટ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જવાથી લિફ્ટ કાર્યરત નથી. સોસાયટીનું કોમન લાઇટ કનેક્શન જીઇબી વાળા કાપી ગયા હતા. કારણકે બિલ ભરાયું નહોત. અમે સોસાયટીના રહેવાસીએ એકઠા થઈને રૂપિયા ભરી લાઈટ બિલ કરવું પડ્યું. બિલ્ડર ના નામે જીઇબીનું બિલ આવે છે તે બદલાવવા માટે અમે જીઈબીમાં જ્યારે એપ્લિકેશન કરી ત્યારે અમારે અલગથી ડિપોઝિટ ભરવાનો વારો આવ્યો. બિલ્ડરની ઓફિસ દ્વારા અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. અમારા બિલ્ડિંગમાં બેઝમેન્ટ માંથી પાણી નીકળે છે બિલ્ડીંગમાં અનેક જગ્યાએ ક્રેક પડી ગઈ છે બાલાજી સ્કા ના એપાર્ટમેન્ટના બેઝમેન્ટ ની હાલત ખુબ ખરાબ છે તેમ છતાં કમ્પ્લેશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.
હજુ સુધી પાઝેશન અપાયું નથી
અંકુરભાઈએ જણાવ્યું હતું કે અગોરા મોલમાં એક શોપ અમે લીધી હતી. મારા મધર શિક્ષક હતા અને તેમની જિંદગીભરની કમાણીથી અમે અહીંયા દુકાન લીધી હતી. અમને એમ હતું કે ભાડે આપી અમે અમારું જીવન ગુજારી શકીશું. પરંતુ અગોરાના વહીવટદાર દ્વારા અમારી જોડે ફ્રોડ કરવામાં આવ્યું છે. 2019 માં મને પઝેશ ન આપવાના હતા પરંતુ હજુ સુધી અમને ન મળવાથી અમે રેરા મા ફરિયાદ કરી ,અમે જીતી ગયા તેમ છતાં હજી સુધી અમને પઝેશન આપવામાં નથી આપ્યું, નથી રૂપિયા પાછા આપતા.
મમ્મીની આખા જીવનની કમાણી અમે આ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરી હતી

બીજા એક સ્થાનિક રોહનભાઈએ જણાવ્યું હતું કે મેં મારા મારા મમ્મી અને મારા ભાઈના નામ પર પ્રોપર્ટી બુક કરાવી હતી. અમને કન્ફર્મેશન આપ્યું હતું કે 2019 માં તમને પઝેશન આપવામાં આવશે. પરંતુ આજ સુધી પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. આર્કિટેકટ , એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મળી ખોટા સર્ટિફિકેટ આપ્યા છે. સર્ટીફીકેટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 2020 માં પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. અગોરા મોલના પ્રોજેક્ટ અને ફાઇનાન્સ કરતી બેંક યુકો બેન્ક પ્રોજેક્ટ પૂરો થયા પછી પણ 6.5 થી 7 કરોડ ના લોન પેમેન્ટ સંસ્થાને કરેલા છે. અને 30 સપ્ટેમ્બર 2023 ના રોજ યુકો બેંક જણાવે છે કે આ પ્રોપર્ટી સંસ્થાએ અમારી સાથે મોર્ગેજ કરેલી છે. યુકો બેંક એટલે જવાબદાર છે જેણે રેરા માં પૂછપરછ કર્યા વગર પ્રોપર્ટી ને મોર્ગેજ કરી છે અને ઇનોસન્ટ પ્રોપર્ટી બાયર ફસાયા છે. પ્રોજેક્ટ કમ્પ્લીટ થતો નથી કે અમને પૈસા પરત પાછા આપવામાં આવતા નથી. બિલ્ડર કોઈ પ્રકારનો રીપ્લાય આપતો નથી. અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે તેમ છતાં કોઈ અમારું સાંભળતું નથી.
2019માં પઝેશન આપવાના હતા આજે 2025માં પણ છતાં પઝેશન મળ્યું નથી

સ્થાનિક મહિલા ભાવના મહેરાએ જણાવ્યું હતું કે બાલાજી પ્રોજેક્ટમાં અમે એક શોપ લીધી હતી. 2019 માં અમને પઝેશન આપી દેવામાં આવશે એવું કહેવાયું હતું.bપરંતુ આજે 2025માં પણ અમને કઈ મળ્યું નથી. પાંચ વર્ષમાં અને ચક્કર કાપ્યા તેમ છતાં હજુ સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી થયો. જ્યારે અમે રેરામાં કમ્પ્લેન કરવા માટે જઈએ છીએ ત્યારે અમોને એવો જવાબ મળે છે કે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. જો અગર પ્રોજેક્ટ કમ્પ્લિટ થઈ ગયો હોય તો અમને પઝેશન કેમ નથી મળતું?
