Vadodara

અગોરાના આશિષ શાહ તો ગુજરી ગયા પણ 84 પરિવારોને મુશ્કેલીમાં મુક્તા ગયા

અટલાદરામાં મકાનો બનાવી લોકોને વેચી દીધા પણ રહેનારને કોઈ સુવિધા આપી નહિ

વડોદરાના બહુચર્ચિત અને વિવાદો માં ઘેરાયેલા અગોરાના બિલ્ડર સ્વ. આશિષ શાહ તો મૃત્યુ પામ્યા, પણ ૮૪ મકાનના માલિકોના પરિવારને કોઈ સુવિધા મળી નથી.
શહેરના અટલાદરા વિસ્તાર માં આશિષ શાહે બાલાજી સ્કાયરાઈઝ રેસીડેન્સીના મકાનો બનાવીને લોકોને વેચી દીધા હતા. પણ રૂપિયા લઈ બિલ્ડિંગમાં જે મૂળ વ્યવસ્થા આપવી જોઈએ એ આપી નથી. બાલાજી રેસીડેન્સીમાં કુલ ત્રણ ટાવર છે .જેમાં કુલ ૮૪ મકાન છે .એટલે કે ૮૪ પરિવાર ને છેતરવાનું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આશિષ શાહ જ્યારે જીવિત હતા અને પઝેશન આપતા હતા, ત્યારે તમામ સુવિધા અને તેને લગતા દસ્તાવેજ આપવાની વાત કરતા હતા , પરંતુ હાલ ફાયર સેફટીના તમામ સાધનો આઉટ ડેટેડ છે. જો આગ લાગે તો બિલ્ડિંગમાં રહેતા પરિવારોને એની ખામીનાં કારણે ભોગવવાનો વારો આવે એ પરિસ્થિતિ બની છે. કાટ ખાઈ ગયેલા ફાયરના સાધનો છ વર્ષ જુના છે . ત્યાંના રહીશો ને તો ખબર પણ નથી કે સીઝ ફાયરના બોટલ કેવી રીતે ચલાવવા .એમનું એવું પણ કહેવું છે કે અમે જ્યારે આશિષ શાહ જીવિત હતા ત્યારે વારંવાર કીધું હતું કે ફાયર સેફ્ટી lની NOC આપો. પણ તેઓ ગલ્લા તલ્લા કરી ને વાત ફેરવી નાખતા હતા . આજે અમને આ બિલ્ડિંગમાં રહેતા બીક લાગે છે. માટે અમે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓને જાણ કરી છે. પણ હજી પાલિકામાંથી કોઈ આવ્યું નથી. જો આ રેસીડેન્સીમાં કોઈ આગનો બનાવ થાય અને કોઈ અનહોની થઈ જાય તો જવાબદાર કોણ?

Most Popular

To Top