ડેવલોપર્સના ભાગાદારોએ મૂળ માલિકોને 2.56 કરોડ ચૂકવ્યાં માત્ર રૂ. 15.59 લાખ ચૂકવવાના બાકી હતા.
માલિકો સહિત ચાર આરોપીએ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખોટુ પેઢીનામુ રજૂ કરી રૂ.2 કરોડ મેળવી લીધા
પ્રતિનિધિ વડોદરા તા.18
અકોટા વિસ્તારમાં આવેલી માલિકો પાસેથી જમીન યુનિક ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા રૂ. 2.72 કરોડમાં ખરીદી હતી. જેમાંથી બિલ્ડરોએ રૂ.2.56 કરોડ ચુકવી દીધા હતા. ત્યારબાદ પણ માલિકો સાથે મળીને ચાર શખ્સોએ ખોટા જમીનનું ખોટુ પેઢી નામુ બનાવી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રજૂ કરી રૂ.2,00,76,798 રૂપિયા પોતાના ખાતામાં મેળવી યુનિક ભાગીદારી પેઢી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. જેથી ડેવલોપર્સ દ્વારા છેતરપિંડની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આયશા વિલામાં રહેતા સલમાન અબ્દુલ રઝાક પટેલે નોધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા અબ્દુલ પટેલ, ભાઇઅનિષ પટેલ તથા મારાતા માતા રાશીદાબેન પટેલ તેમજ અન્ય 14 લોકોએ યુનિક ડેવલોપર્સના નામથી પેઢી બનાવી હતી. વર્ષ 2022મા યુનિક ડેવલોપર્સ પેઢીએ વડોદરા તાલુકાના અકોટા વિસ્તારમાં આવેલી જમીન માલિકો પાસેથી ડેવલપમેન્ટ કરાર તથા બાનાખત કરાર મુજબ મેળવેલીના જમીનના મૂળ માલિકોને રૂ. 2.72 કરોડ ચુકવવાના નકકી થયા હતા. જે પૈકી રૂ. 66 લખ મૂળ મોલિકોને ભાગીદારી પેઢી દ્વારા ચૂકવી દેવાયા છે. દબાણ દુર કરવા માટે ખર્ચાયેલા રૂ. 21 લાખ ત્યારબાદ બચેલી રકમ પણ મૂળ માલિકોને ચૂકવી દેવાઇ છે. જમીન માલિકોએ ભાગીદારી પેઢી દ્વારા બનાવાયેલા અકોટા ટાઉનશીપ નામની સ્કીમમાંથી 28 પ્લોટો વેચાણ અવેજની બાકી રહેલી રકમ પેટે રૂ.2.56 કરોજકરોડ ચુકવી દીધા બાદ પણ માત્ર 15.59 લાખ જમીન માલિકો ચુકવવાના બાકી છે. તેમ છતાં અમારી યુનિક ડેવલોપર્સ ભાગીદારી પેઢી વથી હશન કડુને કુલમુખત્યાર લખી આપ્યું હતુ. જેનો લાભ લઇને મૂળ જમીન માલિકોએ સાથે મળી ખોટા પેઢીનામુ કરીને આરોપી ઇલ્યાસ અલી બાપુ, જુબેર મુસા બાબરે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રજૂ કરીને રૂપિયા 2 કરોડની માતબર રકમ જમીન માલિકો પૈકી આરોપી જુબેર મુસા બાબરના ખાતમા રૂ. 1.66 કોરજ મેળી લીધા હતા. જ્યારે હસન કડુ પટેલે પોતાના ખાતામાં રૂ. 47.93 લાખ, ગુલામહંમદ શેખના ખાતમાં રૂ.34.15 લાખ, આમ કુલ મળી રૂ. 2 કરોડ જેટલી રકમ મેળવી લઇ ભાગીદારી પેઢી સાથે ઠગાઇ આચરી છે. જેથી પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.