Vadodara

અકોટા માં આ વર્ષે આટલા પાણી કેમ ભરાયા? આ રહ્યું કારણ….

બુલેટ ટ્રેન માટે પ્લેટ નાખી રોડ બનાવતા પાણીનો પ્રવાહ રોકાયો :

અકોટા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેનના ગર્ડર નાખવાની કામગીરી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.26

અકોટા પાસે વિશ્વામિત્રી વચ્ચે બુલેટ ટ્રેન માટે પ્લેટ નાખી રોડ બનાવતા પાણીનો પ્રવાહ રોકાઈ ગયો હતો. ગર્ડર માટે લોખંડની પ્લેટો નાખી દેવાતાં અકોટા ગામમાં પાણી ફરી વળ્યાં હતા. તંત્રનું ધ્યાન દોરવા છતાં ઉપેક્ષા કરતાં લોકોને હાલાકી વધી છે.

અકોટા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેનના ગડર માટે લોખંડની પ્લેટ નાખી રોડ બનાવતા પાણીનું વહેણ અટકતાં અકોટા ગામ સહિત આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનું સપાટી પર આવ્યું છે.શહેરમાં 14 ઈંચ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદથી આજવા સરોવરની સપાટીમાં પણ વધારો થતાં બુધવારે મોડી રાત સુધી અને ગુરુવારે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટની આસપાસ રહી હતી. જોકે બુધવારે શહેરના અકોટા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ધ્યાન દોરવા છતાં તંત્રએ ઉપેક્ષા કરતા વિશ્વામિત્રીની સપાટી વધતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું લોકોએ જણાવ્યું છે.વિશ્વામિત્રીનું વહેણ અટક્યું હતું અને પાણી ગામમાં પ્રવેશી ગયું હતું…

Most Popular

To Top