વડોદરા: વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આજે વિચિત્ર ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શહેરના આ વિસ્તારમાં પાલિકા દ્વારા રસ્તા પર ખાડા ખોદવાની કામગીરી બાદ યોગ્ય પુરાણ ના કરવાના અભાવે અને જરૂરી વ્યવસ્થા ન હોય, ત્યાં પાલિકાની જ કચરો ઉઠાવતી ગાડી ખાડામાં ફસાઈ ગઈ. એક જૂની કહેવત છે કે “ખાડો ખોદે તે પડે” અહીં એ કહેવત સાબિત થતી જોવા મળી જેમાં પાલિકા પોતાની બેદરકારીનાં શિકાર બની.
પ્રમાણ તરીકે, સવારે કચરો ઉઠાવવાની મનપાની ગાડી નિયમિત ફરજ બજાવી રહી હતી. ત્યારે અકોટા બ્રિજ પાસે રસ્તા પર પડેલા ખાડામાં આ ગાડીનું એક તરફનો ભાગ ખાડામાં ફસાઈ ગયો હતો. પરિણામે આસપાસ ટ્રાફિકજામનું દ્રશ્ય સર્જાયું હતું. રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટના બાદ ટ્રાફિક પોલીસ અને પાલિકા સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા અને ગાડીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા. પરંતુ, અમુક કલાકોની સમસ્યાને પગલે લોકોએ નજરે જોઈ લીધું કે પાલિકાએ ખાડા ખોદવામાં કઈ હદે બેદરકારી દાખવી છે.