શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસે બર્થડે પાર્ટીમાં ખુરશીમાં બેઠેલાનો જૂનો વાયરલ વિડિયોમાં રાવપુરા પોલીસે તમામ પાસે માફી મંગાવી છોડી મૂક્યા
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં શહેરના અકોટા દાંડિયાબજાર સ્થિત સોલાર પેનાલ રૂફ સિસ્ટમ નીચે બર્થડે પાર્ટીમાં પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા દસેક નબીરાઓની સરકાર ગૃપ બનાવી એક વિડીયો રીલ વાયરલ થઇ ફરતી થઇ હતી. આ સમગ્ર મામલે રાવપુરા પોલીસ એક્શનમા આવી હતી અને વાયરલ વિડિયોના આધારે તપાસ કરી જે આઇડી થી રીલ વાયરલ થઇ હતી તેના આધારે તપાસ કરતાં આ વિડીયો રીલ વર્ષ -2023 ની હોવાનું જણાયું હતું. આ વિડીયો રીલ બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે વાયરલ કરનાર મોઇન દરબાર સહિત રીલમા જણાતાં નબીરાઓને રાવપુરા પોલીસ સ્ટેશને લાવી માફીપત્ર લખાવીને હવે પછી ક્યારેય આવું નહીં કરીએ તેમ માફી મંગાવી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા. વિડિયો જૂનો હોય તથા માફીપત્ર બાદ તેઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી અને માફી મંગાવી તેઓ પાસેથી લખાણ લઇ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા.
