Vadodara

અકોટા ગાર્ડન પાસે આવેલ રોડ બેસી જતા નાગરિકો ચિંતામાં, ગમે ત્યારે મોટો ભૂવો પડે તેવી શક્યતાઓ…


વડોદરા શહેરમાં આવેલ પૂર બાદ શહેરને ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું છે. સાથે સાથે શહેરના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. તેઓમાં અકોટા ગામ ગાર્ડન પાસે આવેલ મુખ્ય માર્ગ બેસી જતા સ્થાનિક નાગરિકો ચિંતામાં જોવા મળ્યા હતા. અકોટા વિસ્તારમાં પૂરના પાણી 3-4 સુધી ભરાઈ રહ્યા હતા અને હવે પાણી ઉતરતા જ આ પ્રકારે મુખ્ય માર્ગ રોડ પર બેસી ગયો હતો. સ્થાનિક નાગરિકો દ્વારા આ બાબતે કોર્પોરેશનમાં જાણ કર્યા બાદ પણ હજી સુધી કોઈ અધિકારીએ સ્થળ પર મુલાકાત લીધી ન હોવાથી નાગરિકો હવે રોષે ભરાયા હતા. આને નાગરિકોએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા ગોર નિંદ્રામાં છે અને સ્થાનિક કોર્પોરેટરોની પકડ તંત્ર પર ન હોવાથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને જે કારણે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે વડોદરા આવ્યા હતા. નાગરિકોને ભય છે કે જે જગ્યા પર રોડ બેસી ગયો છે તે જગ્યા પર કોઈ અકસ્માત ન થાય. અને આ સ્થળ પર મોટો ભૂવો પડી શકે તેવી શક્યતાઓ છે. સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત વડોદરા મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે બીજી કોઈ બાબતો પર ધ્યાન આપતા જ ન હોય તેવું જણાઈ આવે છે.

Most Popular

To Top