Vadodara

અકોટાની શુભેચ્છા હોસ્પિટલ હવે પુરની પરિસ્થિતિ સામે આત્મનિર્ભર બની….

શહેરમાં પૂરપ્રકોપ દરમિયાન જનતાને તેમના હાલ પર છોડી દેનાર તંત્ર, સ્થાઇ ચેરમેન ના નિવેદન બાદ લોકોએ આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું

હોસ્પિટલ પ્રશાસને બોટ તથા લાઇફ જેકેટ્સ ની વ્યવસ્થા કરી

શહેરમાં ગત મહિનાની તા. 26 થી 29 દરમિયાન ભયાનક માનવસર્જિત પૂરની સ્થિતિમાં શહેરના નાગરિકોને હાલાકી, નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો હતો તે દરમિયાન શહેરના નેતાઓ, પાલિકાના અધિકારીઓ, નગરસેવકો માનવતાધર્મ ભૂલ્યું હતું પૂરમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવામાં નિષફળ નિવળેલા પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં તાજેતરમાં સ્થાયી સમિતીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ લોકોને ટ્યૂબ, દોરડા, તરાપા ઇમરજન્સી લાઇટ વસાવી લેવાનું નિવેદન કર્યું હતુ. તેઓના આ નિવેદન બાદ ભારે વિવાદ સર્જાયો હતો.શહેરના સામાજિક કાર્યકર દ્વારા પણ આ બાબતે પાલિકા કચેરી ખાતે દોરડા ટ્યૂબ સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો.ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં આવેલી શુભેચ્છા હોસ્પિટલે પૂરમાં પડેલી મુશ્કેલી બાદ બોટ અને લાઇફ જેકેટની વ્યવસ્થા કરી પોતે હવે આગામી સમયમાં આવી પરિસ્થિતિ સર્જાય તો કોઇ તંત્ર, પ્રશાસન કે નેતાઓ પર આધારિત ન રહેતા પોતે હવે આવી પરિસ્થિતિ સામે લડવા સજ્જ થઇ આત્મનિર્ભર બની છે.ગત મહિને ઉદભવેલી પૂરની પરિસ્થિતિમાં શહેરના વિસ્તારોમાં કે જ્યાં ક્યારેય પૂરના પાણી નહોતા પહોંચી શક્યા ત્યાં પણ આ વખતે પૂરના પાણી પહોંચી તબાહી મચાવી દીધી હતી અને ત્રણ-ચાર દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા ન હતા. આ સમયે લોકો સુધી મદદ પહોંચાડવામાં સદંતન નિષ્ફળ સાબિત થયેલી પાલિકા તંત્રના ચેરમેને આપેલા નિવેદનથી પાલિકાની આબરૂનુ ધોવાણ થતા બાદમાં તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી.સ્થાઇ સમિતિના ચેરમેનના વિવાદીત નિવેદન બાદ પ્રજામાં આક્રોશ છે જેના કારણે પક્ષના મોવડી મંડળોને પણ ચિંતામાં મૂકાવવુ પડ્યું છે .પૂર દરમિયાન શહેરના અકોટા વિસ્તરમાં આવેલી શુભેચ્છા હોસ્પિટલ પાસે કમરસમા પાણી ભરાઇ ગયા હતા. અને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. હવે પૂરના પાણી ઓસરતા હોસ્પિટલની બહાર નવી નક્કોર બોટ અને લાઇફ જેકેટ જોવા મળી રહ્યાં છે. જે હવે વડોદરાવાસીઓ ધીરે ધીરે પૂર સમયે આત્મનિર્ભર બનાવ તરફ જઇ રહ્યાં હોવાનો સંકેત આપી રહ્યાં છે. સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરનાર તંત્ર પોતે સ્માર્ટ બન્યું નથી જનતા ટેક્સ આપે છે તેની સામે પાલિકા તંત્ર પ્રજાને પ્રાથમિક સુવિધાઓ તો ઉપલબ્ધ કરાવી શક્યું નથી સાથે જ આપતી વ્યવસથાન સમયે પણ સદંતર નિષ્ફળ નિવડ્યુ છે.

Most Popular

To Top