Vadodara

અકસ્માત બાદ આમ્રપાલી કોમ્પ્લેક્સથી સંગમ ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરવા પહોંચી દબાણ શાખા અને પોલીસની ટીમ

અકસ્માત પછી વડોદરાના પાલિકા દબાણ શાખા ટીમ દ્વારા કાર્યવાહી કરી અતિક્રમણ દૂર કરયા



કારેલીબાગના તાજેતરના અકસ્માતને પગલે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમે આમ્રપાલી કોમ્પ્લેક્સથી સંગમ ચાર રસ્તા સુધીના અતિક્રમણ દૂર કરવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં એચપી પેટ્રોલ પંપ પાસે ઊભી રહેતી શાકભાજીની લારીઓ સહિતના દબાણો દૂર કરાયા હતા.



બે દિવસ પહેલા થયેલા અકસ્માત બાદ તંત્રે અતિક્રમણના મુદ્દાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ દબાણો ટ્રાફિકના સમસ્યા અવરોધે છે અને માર્ગ સલામતી માટે જોખમ ઊભું કરે છે.



વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ ટીમે સાથે મળીને સોમવારે સવારથી આ વિસ્તારને અતિક્રમણથી મુક્ત કરવા, ટ્રાફિકને સરળ બનાવવા અને ભવિષ્યમાં અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે કામ શરૂ કર્યું હતું.

આ કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને વધુ વ્યવસ્થિત કરવા પાલિકા તંત્ર પ્રયાસો શરૂ કર્યા છે.

Most Popular

To Top