Vadodara

અંબે વિધાલયમાં અભ્યાસ કરતી બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોતની અફવા ખોટી હોવાનું બહાર આવ્યું

શહેરમાં 15મી જાન્યુઆરી વાસી ઉતરાયણ પર્વે અંબે વિધાલય (અંગ્રેજી માધ્યમમાં)માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થતાં મોત નિપજ્યું હતું: પ્રિન્સિપાલ

ચાઇનીઝ દોરીથી પગમાં ઇજા પહોંચી હોય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 21

મંગળવારે શહેરમાં અંબે વિધાલયમાં અભ્યાસ કરતી એક બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હોવાની અફવા વહેતી થતાં શાળા પ્રશાસન દ્વારા અફવાનું ખંડન કરવામાં આવ્યું હતું હકિકતમાં ઉતરાયણ પર્વે ગત તા. 14 અને 15મી જાન્યુઆરીના રોજ શાળામાં રજા હતી અને તે દરમિયાન ધોરણ -1અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિધ્યાર્થિનીને ઘરે પતંગોત્સવ દરમિયાન પગમાં ચાઇનીઝ દોરી થી ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજયું હોવાનું શાળા પ્રશાસનને અન્ય લોકો પાસેથી જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે વિધાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ -1મા અભ્યાસ કરતી રુહાની પટેલ નામની આશરે છ વર્ષીય માંજલપુર ની વિદ્યાર્થીની નું ગત તા. 15ના રોજ ચાઇનીઝ દોરી થી પગમાં ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું જે અંગેની મંગળવારે એક અફવા વહેતી થઇ હતી જેમાં વિધ્યાર્થિનીનુ કાર્ડિયાક એરેસ્ટ થી મોત થયાનું બહાર આવતા દિવસભર સ્કૂલમાં આ અંગે પૂછપરછ ચાલી હતી ત્યારે શાળાના આચાર્ય દ્વારા ખુલાસો કરતાં જણાવાયું હતું કે આવો કોઈ બનાવ શાળામાં કે શાળાના કામકાજ દરમિયાન બન્યો નથી પરંતુ તેઓને અન્ય વાલીઓ પાસેથી વાસી ઉતરાયણ પર્વ પર ઘટનાની જાણ થઇ હતી બાળકીના પરિવાર દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top