Vadodara

અંબા ઉપાસક અતુલ પુરોહિત સાથે રાજેશ પટેલે ૧૨ બાળકોની જવાબદારી સ્વીકારી

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસર

મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું

પ્રતિનિધિ

પ્રત્યેક મનુષ્યમાં ભગવાન જોવાની ભાવના સાથે જીવતા મા અંબાના ઉપાસક એવા અતુલ ભાઈ પુરોહિત અને મનોદિવ્યાંગ બાળકોની સેવાને પ્રભુની સેવા સમજતા રાજેશ ભાઈ પટેલના સહિયારા પ્રયાસથી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસરી છે. જેથી પહેલીવાર ૧૨ જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અતુલ ભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, શિખર, ધજા કે દેવ વગરના મંદિરમાં એવા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં વિકાસ પામી રહેલા ૧૨૨ મનોદિવ્યાંગ બાળકોમાં બીજા ૧૭ બાળકોનો ઉમેરો થયો છે. પ્રવેશોત્સવમાં બાળકોને સ્કૂલબેગ, સ્ટેશનરી, યુનિફોર્મ, લંચ બોક્સ, વોટર બોટલ અને બુટ સહિતની ભણતરમાં ઉપયોગી નીવડે તેવી જરૂરી વસ્તુઓ અપાઈ હતી. મારી પ્રત્યેક લોકોને અપીલ છે કે આપણે ઓછામાં ઓછા એક મનોદિવ્યાંગ બાળકની જવાબદારી સ્વીકારીને તેઓના વિકાસના સહભાગી થયું જોઈએ. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૦ થી આસ્થા ફાઉન્ડેશનના ૨૪ તાલીમબદ્ધ શિક્ષકો મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યા છે.

Most Popular

To Top