Shinor

અંબાલી નજીકના અનસોયા માતા મંદિરમાં નર્મદાના બે ફૂટ જેટલા પાણી પ્રવેશ્યા

શિનોર તાલુકાના દિવેર ગામે વાલકેશ્વર હનુમાનજીના મંદિરની આજુબાજુ પાણી ફરી વળ્યા

શિનોર: ઊપરવાસમાં વરસાદ પડવાથી સરદાર સરોવરમાં પાણીની આવક વધતા સરદાર સરોવર બંધમાંથી તબક્કા વાર નર્મદા નદીમાં પાણી છોડવામા આવી રહ્યું છે.

શિનોર તાલુકાના દિવેર ગામે વાલકેશ્વર હનુમાનજીના મંદિરની આજુબાજુ પાણી ફરી વળ્યા અને અંબાલી નજીક આવેલા અનસોયા મંદિરમાં પણ બે ફૂટ જેટલા પાણી આવી જતા માં નર્મદાજી અનસોયા માતાજીને મળવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

શિનોર નજીક આવેલા ભંડારેશ્વર મહાદેવના ના 75 પગથિયા પાણીમાં ડૂબી ગયા હતા અને શિનોર ગામમાં આવેલા ગોલવાડ અને બુસાફડીયાનો ઘાટ, રામજી મંદિરના ઘાટ નદીના પાણીમાં અડધો અડધો ઞરકાવ થઈ ગયા છે.

આમ સરદાર સરોવરમાંથી 4.45 લાખ પાણી છોડાતા શિનોર વહીવટ તંત્ર એલર્ટમાં છે. શિનોર ટાઉન તેમજ તાલુકામાં જ્યાં નદીના ઘાટ છે ત્યાં પોલીસ મૂકી દેવામાં આવી છે.

તસવીર: અમિત સોની, શિનોર

Most Popular

To Top