Kalol

અંધશ્રદ્ધા અને વહેમના કારણે ચાર બાળકો સાથે વિધવાને ઘરમાંથી કાઢી મુકતા અભયમ હાલોલની ટીમ પહોંચી


કાલોલ: હાલોલ નજીક ના વિસ્તારમાંથી એક પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે તેમના સાસુ સસરા તેમના પતિ હયાત ન હોવાથી અન્ય વ્યક્તિ સાથે સબંધ છે તેવો વહેમ રાખી અને તેમના સસરા બીમાર થતાં તેમના સાસરીવાળા તેમના પર કાળી વિદ્યા કરાવી મારવાની કોશિશ કરે છે તેવો આક્ષેપ લગાવી ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકતા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર મદદ માટે જાણ કરી હતી, જેથી ૧૮૧ અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પીડિતાના સસરા થોડા દિવસથી બીમાર હોવાથી તેમના ઘરે આવી ઝઘડો કરવા લાગ્યા હતા. પીડિતા બેન કામ કરવા માટે જાય ત્યારે ત્યાં કોઈકની પાસેથી ચોખા મંત્રાવી લાવી માટે તે બીમાર થાય છે તેમ કરી અપશબ્દો બોલી ઝઘડો કરતા હોવાથી ૧૮૧ અભયમની ટીમે પીડિતાના સાસરીવાળાનું કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પિડીતાના સસરા બિમાર હોય તો તેમને સારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવવા માટે સમજ આપી હતી. આ રીતે અંધશ્રદ્ધાના અને વહેમના કારણે ખોટા આક્ષેપ લગાવી ઝઘડો કરવાથી તેમના પર ગુનો દાખલ થઈ શકે છે તે વિશે સમજ આપતા પીડિતાના સાસરીવાળાએ જણાવ્યું હતું કે હવે તેઓ તેમને સારી હોસ્પિટલમાં જઈ સારવાર કરાવશે અને હવે પછી ખોટી રીતે વહુ પર ખોટા આક્ષેપ લગાવીને હેરાનગતિ નહીં કરીએ તેવી પણ ખાતરી આપતા બંને પક્ષને કાઉન્સિલિંગ કરી સમજાવી બંને પક્ષની સહમતીથી સમાધાન કરાવ્યું હતું. પોતાને સમયસર મદદ પહોંચાડવા બદલ અને તેમની સાસરીવાળાને સમજાવવા બદલ પીડિતાએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top