Vadodara

અંજેસર ગામમાં પરિવારજનોએ પુત્રીની આત્મહત્યાને છુપાવવા કાવતરું રચ્યું

સોનારા પરિવારની પ્રિયંકાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને મોત વ્હાલુ કર્યું

પરિવારે ક્યાં કારણસર જુવાનજોધ પુત્રીના આત્મહત્યાના બનાવ ઉપર ઢાંકપિછોડો કર્યો તે દિશામાં પોલીસ તપાસ ચાલુ થઇ

વડોદરા: વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા અંજેસર ગામમા ચકચારી ઘટના બની હતી . દીકરીએ આત્મહત્યા કર્યાનું પરિજનો જાણતા હોવા છતા વાતને છુપાવીને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરતા બેભાન અવસ્થામાં મળી આવી હોવાનું રટણ કરતા પરિવારજનોના ગુનાહિત કૃત્યની જાણ સ્થાનિક પોલીસને થતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે મૃતકના પિતા, ભાઈ, અને માતા વિરૂદ્ધ નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત બનાવની ટુંક વિગત અનુસાર, મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા અંજેસર ગામના રોહિતવાસમાં સોનારા પરિવાર રહે છે. 11, એપ્રિલના રોજ સાંજે 4 – 55 કલાકની આસપાસ સોનારા પરિવારની દીકરી પ્રિયંકાએ ઘરમાં જ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને મોત વ્હાલુ કર્યું હતું. કરુણ ઘટના અંગે સગા ભાઇ કિરણ,પિતા કનુભાઇ મંગળભાઇ સોનારા અને માતા શાંતાબેન તમામ હકીકત જાણતા હોવા છતાં હતા છુપાવીને દિકરી બેભાન અવસ્થામાં જ મળી આવી હોવાનું રટણ પોલિસ સમક્ષ ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં માતા શાંતાબેને મરનાર પુત્રીએ જે દુપટ્ટા વળે ફાંસો ખાધો હતો, તેને ચુલ્હામાં સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મામલો પોલીસ મથક સુધી પહોંચતા જ તુરંત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુદરતી મોતની જગ્યાએ આત્મહત્યાની હકીકત સપાટી પર આવતા મૃતકના ભાઇ કિરણકુમાર કનુભાઇ સોનારા, પિતા કનુભાઇ મંગળભાઇ સોનારા અને માતા શાંતાબેન સોનારા વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને મંજુસર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ નટવરભાઇએ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top