Charotar

અંકલાવ મહિસાગર નદીમાં 3 પુત્રી સાથે આપઘાત કરવા આવેલા યુવકને બચાવી લેવાયો

અંબાલીનો યુવક અંગત કારણોસર 3 દીકરી સાથે ઉમેટા બ્રિઝ પરથી નદીમાં કુદવાની ફિરાકમાં હતો

આંકલાવ.
આંકલાવ પાસેથી પસાર થતી મહિસાગર નદી પર આવેલા ઉમેટા બ્રિઝ પર આપઘાત કરવા આવેલા યુવકને પોલીસ ની સમય સુચકતા અને સમજાવટથી રોકી લેવામાં આવ્યો હતો. આ શખ્સ તેની 3 દીકરી સાથે નદીમાં કૂદવા આવ્યો હતો. જોકે, શા માટે અપઘાત કરવા આવ્યો હતો. તેનું કારણ બહાર આવ્યું ન હતું.
મહિસાગર નદીના ઉમેટા બ્રિઝ પર એક યુવક તેની 3 દીકરી સાથે નદીમાં કુદી આપઘાત કરવાંની ફિરાકમાં હોવાનું વડોદરા કન્ટ્રોલ રુમને કોઇએ જાણ કરી હતી. આથી વડોદરા કન્ટ્રોલ દ્વારા તુરંત આણંદ કંટ્રોલમાં મેસેજ આપ્યો હતો. ઉમેટા બ્રિઝ અંકલાવ પોલીસ ની હદમાં આવતો હોવાથી તુરંત પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. બાંટવા ને જાણ કરીને સમયસર પગલાં ભરવા સૂચના આપી હતી. જેને પગલે પી. જે. બાંટવા ટીમ સાથે ઉમેટા બ્રિઝ પર પહોંચ્યા હતા. આ સમયે એક માણસ 3 બાળકી સાથે બ્રિઝ પરથી નદીમાં ઝપલાવે તે પહેલાં તેને રોકી લઈ કાઉન્સીલિંગ કર્યું હતું. બાદમાં પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તે ગીરવતભાઈ માધાભાઈ રાઠોડ (ઉ.વ. 32) (રહે.આંબલી હાઈસ્કૂલ સામે, આંકલાવ) હોવાનું જણાવ્યું હતું અને અંગત કારણોસર 3 દીકરી સાથે આપઘાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, આંકલાવ પોલીસે માનવ જીવનનું મૂલ્ય સમજાવી, આશ્વાસન આપી ચારેય ના જીવ બચાવ્યા હતા.

Most Popular

To Top