સિંગવડ: સિંગવડ તાલુકાના ઘણાં ગામડાઓમાં ભર ઉનાળે હેન્ડ પંપો બગડી જવાથી અને નલ સે જલ માટે લાખો રૂપિયા ખર્ચીને લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવાની સુવિધા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી, પરંતુ આજે આ સુવિધામાં ઘણા ગામડામાં પાણી પહોંચ્યા જ નથી, જેના લીધે આ ભર ઉનાળે લોકો ને પાણી માટે વલખા મારવા મજબૂર થયા છે.
જ્યારે સરકાર દ્વારા હેડ પંપ કરી આપવામાં આવ્યા હતા ત્યારે તેમાં પાણી આવતા હતા. તેમાથી ગામડાના લોકો પાણી ભરીને તેમની જરૂરિયાત પૂરી કરતા હતા પરંતુ આ ભરઉનાળે હેન્ડ પંપ પણ બગડી જવાથી અને રીપેરીંગ કરવામાં નહીં આવવાથી લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડતા હોય છે. 1916 નંબર ઉપર ગાંધીનગર ફોન કરવાથી 15 દિવસ સુધી હેન્ડ પંપો રીપેરીંગ કરવામાં નથી આવતા કે નથી તાલુકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પંપો રીપેરીંગ કરવામાં નહિ આવતા. ગામડાની ગરીબ પ્રજા દૂર દૂરથી પાણી લાવવા મજબૂર થઈ છે. જ્યારે નલ સે જલ ની જે લાઈનો નાખવામાં આવી છે તે નળ કનેક્શન મા ઘણા ગામડાઓમાં તો આજ દિન સુધી પાણીનું ટીપું પણ પડ્યું નથી. જેના લીધે ગામડાના ગરીબ પ્રજાને પંપ ના પાણી કે જળ યોજનાના પાણી બેઉ માંથી ભૂલે પડ્યા હોય તેમ છે. જ્યારે અધિકારીઓને ફોન કરતા અધિકારીઓ દ્વારા થઈ જશે તેમ કહીને 15 દિવસ સુધી પંપો રીપેર કરવામાં નથી આવતા. તેથી ગામડાની આમ પ્રજાને ભોગવવું પડતું હોય છે. જ્યારે ઘણા અધિકારીઓને ફોન કરવામાં આવતા અધિકારીઓ દ્વારા તમારે ત્યાં નલ સે જલની યોજના ચાલુ છે તે માટે પંપ રીપેરીંગ નહીં થાય તેમ કહીને હાથ ઊંચા કરી દેતા હોય છે. જેના માટે ગામડાની ગરીબ પ્રજાને ભોગવવું પડતું હોય છે. આજે પંપો બંધ થયા છે તેને રિપેર કરવામાં આવશે ખરા કે ગામડાની ગરીબ પ્રજાને પાણી વગર જ વલખા મારવા પડશે તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે
