Vadodara

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર તળાવની દુર્દશા

તળાવમાં ડ્રેનેજનુ પાણી છોડાતું અટકાવવામાં, તળાવમાં ગંદકી થતી રોકવામાં તંત્ર નિષ્ફળ

મોર્નિંગ અને ઇવનીગ વોક માટે આવતા નગરજનો તંત્રની કામગીરી થી નારાજ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરમાં આવેલા વિવિધ તળાવોનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું હતું પરંતુ તેની યોગ્ય નિભાવણી અને જાળવણી ન કરાતાં આજે શહેરના બ્યુટિફિકેશન કરાયેલા કેટલાક તળાવોની દુર્દશા પાલિકાના પાપે જોવા મળી રહી છે ગોત્રી તળાવ હોય કે પછી સૂરસાગર તળાવ, તરસાલી,સમા તળાવ વિગેરે જગ્યાએ અવારનવાર માછલીઓના મોત, તળાવ ફરતે ઘણીવાર ગંદકી, ડ્રેનેજના પાણી વિગેરેની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર તળાવની દુર્દશા જોવા મળી રહી છે અહીં ભૂગર્ભ જળ સંચય ક્ષમતા નો પ્રશ્ન તો છે જ સાથે પાડી ઓ ધોવાણ સાથે તૂટી રહી છે તથા તળાવમાં અસહ્ય ગંદકીને કારણે લોકો વોકીંગ માટે પણ આવતા ખચકાટ અનુભવે છે ત્યારે સમગ્ર મામલે પૂર્વ વિપક્ષી નેતા એ સવાલ ઉઠાવ્યા છે.

Most Popular

To Top