શહેરમાં માતેલા સાંઢની માફક ભાગતા ડમ્પરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો

(પ્રતિનિધિ) વડોદરા તા.18
શહેરના વાઘોડિયા રોડ સ્થિત વૃંદાવન ચારરસ્તા નજીક એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમા મોપેડ એક્ટિવા ચાલક એમ,એસ,યુ માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મહિલાનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડમ્પર ચાલક અને ડમ્પરને કબજે લઇ મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

શહેરમાં માતેલા સાંઢની માફક ભાગતા ડમ્પરે વધુ એક નિર્દોષ નો ભોગ લીધો છે.વડોદરા શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં બુધવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મોપેડ એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા એમ.એસ.યુનિવર્સિટીમા હંગામી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આયુષી હિમાંશુભાઈ શુકલ નામની મહિલાનું અચાનક ભારે વજનના સિમેન્ટ મીક્ષર ટ્રકે જીજે -02-ઝેડ ઝેડ-0805 ના ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તો તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા . લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ડ્રાઈવર સાથે સિમેન્ટ મીક્ષર ટ્રકને કબજે લીધું હતું. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે સ્થાનિકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક યુવતીનું નામ આયુષી હિમાંશુભાઈ શુકલ હોવાનું તથા તેણી 207, વૈકુંઠ ટાઉનશિપ નં-1, બાપોદ જકાતનાકા ખાતે રહેતી હોવાનું તથા તે એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી ધોરણે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

