Vadodara

વડોદરા : 21 વર્ષીય યુવતી સાથે દોઢ વર્ષથી મૈત્રી કરારમા રહેતો લંપટ યુવક અન્ય યુવતી સાથે ભાગી ગયો

યુવકે યુવતીને લગ્ન કરવાના વાયદા આપી ઉદેપુર તથા હિંમતનગર ખાતે તેની સાથે રાખી શરીર સંબંધ બાંધ્યા

યુવતી તેની સાથે રહેતી હોવા છતાં લંપટ યુવક અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો

વડોદરા તા.14
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 21 વર્ષીય યુવતીને હિંમતનગર ખાતે રહેતા યુવકે લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. એક દોઢ વર્ષથી યુવતી યુવક વચ્ચે પ્રેમ સંબંધ હોય યુવતી તેની સાથે જ રહેતી હતી પરંતુ આ લંપટ યુવકે તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતી યુવતીને તરછોડીને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી ભાગી ગયો છે. જેથી હિંમતનગર થી પરત આવેલી યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગર ખાતે રહેતા સૌરવ બારોટ નામના યુવકને ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 21 વર્ષીય યુવતી ઓળખતી હતી. જેથી યુવકે તેણીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. પહેલા ઉદેપુર ખાતે ફરવાના બહાને લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કરીને છેલ્લા એક દોઢ વર્ષથી રહેતી હતી. આ દોઢ વર્ષથી યુવતી સાથે શરીર સંબંધ બંધાતો હતો અને લગ્ન કરવાના વાયદા આપતો હતો પરંતુ લગ્ન કરતો ન હતો. દરમિયાન આ લંપટ યુવકે અન્ય યુવતી સાથે પ્રેમના પાઠ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ 21 વર્ષીય યુવતી તેની સાથે રહેતી હોવા છતાં તેને તરછોડી મૂકીને અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો. જેથી યૌન શોષણનો ભોગ બનેલી યુવતી વડોદરાના ગોત્રી વિસ્તારમાં જ્યાં ભાડાના મકાનમાં રહેતી હતી ત્યાં આવી ગઈ હતી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધ બાંધનાર સૌરવ બારોટ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા યુવતીનું મેડિકલ કરાવવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top