સમાજની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી હોય અકળાયેલો દિપેન હાર્દિકને ભાડાનું મકાન ખાલી કરાવતો હતો , હત્યારાની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ પરંતુ હથિયાર અને મોબાઇલ ક્યાં ફેંક્યા તેની વિગતો આરોપી જણાવતો નથી
પ્રતિનિધિ વડોદરા તા.14
વડોદરા નજીક દરજીપુરા ગામે રહેતા દિપેન પટેલને હાર્દિક પ્રજાપતિ તથા યુવતીના અફેર બાબતે જાણ થઇ ગઈ હતી. પટેલ સમાજની દીકરી હોય દિપેને યુવતીના પિતાને તેમના પ્રેમ સંબંધ બાબતે જાણ કરી હતી. જેથી પિતાએ યુવતીને ઠપકો આપ્યો હતો. યુવતીએ પ્રેમીને કહેતા દિપેન પર હાર્દિક રોષ ભરાયો હતો અને તેની હત્યા કરી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયાં છે.
વડોદરા શહેરના નજીક આવેલા દરજીપુરા ગામમાં રહેતો દિપેન પટેલ આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાનો કોન્ટ્રાક્ટ ચલાવતો હતો. યુવક પરીણીત છે અને તેને સંતાનમાં એક ચાર વર્ષની બાળક છે અને પત્ની ગર્ભવતી છે. દરમિયાન તેના પાડોશમાં ભાડાના મકાનમાં રહેતા હાર્દિક પ્રજાપતિ રહેતો હોય તેને દિપેન સમાજની દીકરી સાથે અફેર હોવાની જાણ થઇ ગઇ હતી. જેથી દિપેન પટેલ દ્વારા યુવતીના પિતાને બંનેના અફેર બાબતે જાણ કરી હતી. જેથી પિતાએ યુવતીને ઠપકો આપ્યો હતો. જેની જાણ યુવતીએ હાર્દિક પ્રજાપતિને કહી દીધી હતુ. જેના કારણે હાર્દિકે પ્રજાપતિ રોષ ભરાયો હતો અને હાર્દિક અને યુવતીના પ્રેમ સંબંધ આડખિલી બનતા દિપેન પટેલને પતાવી દેવાનો એક મહિના અગાઉ પ્લાન તૈયાર કરી દીધો હતો. દરમિયાન ગત 7 મેના રોજ દિપેન કાર લઇને સાસરીમાં જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન આરટીઓના ગેટ પાસે તેને હાર્દિકે રોક્યો હતો. ત્યારબાદ તેને ગોલ્ડન તરફ અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા. પહેલા આંખમાં મરચાની ભુકી નાખ્યા બાદ ગળાના ભાગે કટર ફેરવી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશ કાલોલના નારાયણપુરા પાસેની નર્મદા કેનાલમાં ફેંકી હતી. જ્યારે કાર 70 કિમી દૂર અનગઢ પાસેની મહિસાગરમાં ફેંકી હતી. પરંતુ પોલીસે હત્યારા ભાડુત હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરીને તેના ત્રણ દિવસ રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં બીજા દિવસે હરણી પોલીસ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી હતી.
– કટર અને મોબાઇલ શોધવા માટે પોલીસ ધમપછાડા
પોલીસ દ્વારા રિમાન્ડ બીજા દિવસે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી કટર, ચાકુ તેમજ દિપેનનો પટેલનો મોબાઇલ ક્યાં નાખ્યો હતો. તેની પૂછપરછ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી આ ત્રણ વસ્તુ ક્યાં ફેંક્યા છે તેનો યોગ્ય જવાબ આપતો નથી. બીજી તરફ પોલીસ દ્વારા આરોપીનો મોબાઇલ પણ કબજે તેમાંથી કોલ રેકોર્ડ સહિતની વિવિધ ડિટેઇલ કઢાવવા માટે એફએસએલમાં મોકલી આપ્યો છે. જેથી ચાકુ,કટર અને મોબાઇલ શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યવાહી કરી રહી છે.
– મૃતક દિપેન પટેલ અને હાર્દિક પ્રજાપતિ વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃત દિપન પટેલ સાથે હાર્દિક પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતી પણ તેના સમાજની હોવા સાથે ઘણા વર્ષોથી યુવતી તથા તેના પરિવારને ઓળખે છે. દરમિયાન તેને બંને પ્રેમ સંબંધની જાણ થતા આ બાબતે દિપેન પટેલ તથા હાર્દિક પ્રજાપતિ વચ્ચે અગાઉ ઝઘડા પણ થયા હતા. પરંતુ પોલીસ સુધી પણ મામલો પહોંચ્યો ન હતો. સમાજની છોકરી સાથે પ્રેમ સંબંધ રાખતો હોય હાર્દિકે તેને મકાન ખાલી કરાવવા દબાણ કરતો હતો.
– હત્યામાં હાર્દિક પ્રજાપતિ સાથે તેના ભાઇની સંડોવણી હોવાનો દિપેનની પત્નીનો આક્ષેપ
મૃતક દિપેન પટેલની પત્ની ગર્ભવતિ હોય ત્યારે પતિની હત્યા કરી નાખવામાં આવી છે, બીજી તરફ યુવક ઘરમાં એકલો કમાતો દીકરો હતો જેથી સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું છે. હત્યા કરનાર હાર્દિક પ્રજાપતિનો ભાઇ પણ આ હત્યાના ગુનામાં સામેલ હાવાનો પણ દિપેન પટેલની પત્નીએ આક્ષેપ કર્યો છે. મારુ આવનારુ સંતાન કોણે ડેડી કહીને બોલાવશે તેમ પતિનાએ કહેતા તેમની આંખોના ખુણા પણ ભીના થઇ ગયા હતા. ત્યારે શુ પોલીસ દ્વારા હાર્દિકના ભાઇની પૂછપરછ કરવા સાથે ધરપકડ કરાશે ?
—
