વડોદરા શહેરના નજીક આવેલું કોયલી ગામે શંકાસ્પદ રીતે આધેડનો મૃત દેહ મળી આવ્યો…
વડોદરા શહેરના નજીક આવેલું કોયલી ગામ મહેશભાઈ મંગળભાઈ વાળંદ સોડાની દુકાન ચલાવે છે બે દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી તારીખ 23/10/2024 તેમની દુકાનની પાછળથી મહેશભાઈ મંગળભાઈ વાળંદ મૃતદેહ મળી આવ્યા હતા
કોયલી ગામમાં સોડાની દુકાન ચલાવતાં મહેશભાઈ વાળંદના ગુમ થવાના મામલામાં નવો વળાંક આવ્યો છે, તેના સોડા શોપ પાસે જ તેમનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પરિજનોનું કહેવું છે કે અગાઉ તે જ સ્થળે તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્યાં મૃતદેહ નતો હવે ક્યાંથી અચાનક આવી ગયો કશું તો અઘટીત ઘટ્યું છે તેની તપાસ થવી જોઈએ, સમગ્ર મામલે જવાહરનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.