વડોદરા : મુંબઇથી અમદાવાદ ટેન્કરમાં ભરી લઇ જવાતો રૂ.73.20 લાખનો દારૂ વડોદરામાં ઝડપાયો – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા : મુંબઇથી અમદાવાદ ટેન્કરમાં ભરી લઇ જવાતો રૂ.73.20 લાખનો દારૂ વડોદરામાં ઝડપાયો

દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 88.25 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ

પ્રતિનિધિ વડોદાર તા.11

નેશનલ હાઇવે 48 પરથી મુંબઇથી અમદાવાદ ખાતે લઇ જવાતા રૂ. 73.20 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કરને હરણી પોલીસે ઝડપી પાડ્યું હતું. દારૂ, મોબાઇલ અને ટેન્કર મળી રૂ. 88.25 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર ક્લીનરની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર જય ભીમને વોન્ટેડ જાહેર કર્યો છે.

મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મુંબઇથી અમદાવાદ ખાતે પહોંચાડવા માટે કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક અને ક્લીન ટ્રક લઇને નીકળ્યા છે. તેઓએ સુરત ક્રોસ કરીને નેશનલ હાઇવ 48 પર વાયા વડોદરા થઇને અમદાવાદ ખાતે જવાનો છે. તેવી બાતમી હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલને મળી હતી. જેના આધારે પોલીસની નેશનલ હાઇવે 48 પર એરફોર્સ બ્રિજ ઉતરતા કમ્ફર્ટઇન હોટલની સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું દારૂ ભરેલું કન્ટેનર આવતા પોલીસ તેને સાઇડ ઉભુ રખાવ્યું હતું અને તેમાં જોતા ડ્રાઇવર અને ક્લીનર બેઠેલા હતા. જેથી બંનેને સાથે રાખીને કન્ટેનરમાં પાછળ તપાસ કરતા રૂ. 73.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલક ફતેસિંહ કિસોરસિંહ સોસિદીયા (રહે. રાજસ્થાન) અને દરજનસિંગ કિશોરસિંહ સિસોદીયો (રહે. રહે અમદાવાદ મૂળ રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. હરણી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ અને કન્ટેનર મળી લાખનો રૂ. 88.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ અમદાવાદ ખાતે મોકલનાર સપ્લાયર જય ભીમને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • ગોધરા વડોદરા રોડ પર જરોદ રેફરેલ ચોકડી પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું,

ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક ગોધરાથી વડોદરા તરફ આવવાનો છે. તેવી મળેલી બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે જરોદ રફરલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીના ટેન્કર આવતા એલસીબીની ટીમે રોકતા તેમાં ચાલક બેઠેલો હતો. જેથી ટેન્કર ખોલી જતા તેમાં 33.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ચાલક દિલબાલસિંહ હરદીપસિંહ ભટ્ટીની પુછપરછ કરતા સોના જાંગડાએ તેને હરિયાણાથી દારૂ ભરેલું ટેન્કર આપી અમદાવાદ ખાતે જઇને ફોન કરવા કહ્યું હતું. જેથી એલસીબીએ વિદેશી દારૂ, મોબાઇલ અને ટેન્કર મળી રૂ. 43.41 લાખનો મુદ્દામાલ કબજે કરીને જરોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top