Vadodara

વડોદરા : મહિલા પર દુષ્કર્મ ગુજારનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પૂર્વ પીએ રાજેશ ગોહિલ રામપુરા પાસેથી ઝડપાયો

અનગઢ ખાતે માતાજીના દર્શન કરી પરત પાદરા તરફ જતા જવાહરનગર પોલીસે દબોચ્યો

રાજેશ ગોહિલની વધુ પૂછપરછ કરવા આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

પ્રતિનિધિ વડોદરા તા.14
મકાનના ફોટા લેવાના બહાને ઘરે આવ્યા બાદ મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પી.એ.રાજેશ ગોહિલને અનગઢ નજીક આવેલા રામપુરા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ ધરપકડથી બચવા માટે અનગઢ ખાતે માતાજીના દર્શન કરવા આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
વડોદરા શહેર નજીક રણોલી વિસ્તારમાં પતિ સાથે છૂટાછેડા બાદ પુત્રી સાથે અલગ રહેતી મહિલા હોટલ ચલાવીને ગુજરાત ચલાવતી હતી. દરમિયાન મહિલાએ લોનથી મકાન ખરીદયું હતું. મહિલાને એક બીમારી થવાના કારણે દવા માં રૂપિયા જતા રહેતા તેમનાથી મકાનના હપ્તા નહીં ભરાતા નહીં ભરાતા બેંક તરફથી નોટિસ આપવામાં આવી હતી કે જો સમયસર તમે ચડી ગયેલા હપ્તા નહીં ભરોતો મકાનને સીલ મારવામાં આવશે. જેથી મહિલા મદદ માટે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઓફિસે મળવા આવ્યા હતા.પરંતુ તેઓ નહીં મળતા તેમનો પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો. મહિલાએ તમામ હકીકત તેને જણાવતા ગોહિલે બેંક અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું. દરમિયાન મહિલાએ મકાન વેચવાની વાત રાજેશ ગોહિલને કરી હતી ત્યારે તેણે તેમના મકાનના ફોટા મોકલવા કહ્યું હતું. મહિલાએ મોકલેલા ફોટા બરાબર નથી તેમ કહી રાજેશ ગોહિલ મહિલાના ઘરે આવ્યો હતો. ત્યારે મહિલાની દીકરી અને જમાઈ મંદિરે દર્શન કરવા ગયા હોય તેઓ એકલા હતા. જેનો લાભ લઈને ગોહિલે ઘરનો દરવાજો બંધ કરી મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારયું હતું. મહિલા કરગરતી હોવા છતાં ગોહિલે દયા દાખવી ન હતી અને શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન દીકરી અને જમાઈ આવી જતા તેમને કોઈને વાત કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને રાજેશ ગોહિલ ટુવાલ ભેર ભાગ્યો હતો. મહિલાએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજેશ ગોહિલ અનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરીને પરત પાદરા જઈ રહ્યો છે અને હાલમાં રામપુરા પાસે વાહનની રાહ જોઈને ઉભો છે. જેથી પોલીસની ટીમે થર્ડ સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો. તેને અન્ય કોઈ મહિલાઓને પણ શિકાર બનાવી છે કે નહીં તેની પૂછપરછ માટે આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

મહિલા જ્યારે પ્રથમ વાર રાજેશ ગોહિલને મળી હતી ત્યારે જ તેના અંદર બદકામનો કીડો સળવળ્યો હતો

મહિલા તેની પુત્રી સાથે પૂર્વ ધારાસભ્યને મળવા આવ્યા હતા ત્યારે તેઓ નહીં મળતા રાજેશ ગોહિલ મળ્યો હતો. તે દરમિયાન જ તેના અંદર મહિલા સાથે શરીર સંબંધ બાંધવાનો કીડો સળવળ્યો હતો. જેના માટે રાજેશ ગોહિલ એક વખત તેના ઘરે પણ ગયો હતો પરંતુ દીકરી ઘરે હાજર હોય તેને પોતાનો પ્લાન ફ્લોપ કરી પરત ફરવું પડ્યું હતું.

રાજેશ ગોહિલ ને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી

પતિથી અલગ રહેતી મહિલા પર રાજેશ ગોહિલે દુષ્કર્મ ગુજાર્યા ફરાર થઈ ગયો હતો. તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેના પાદરા ખાતેના નિવાસસ્થાન સહિતના સ્થળે તપાસ કરવા પહોંચી હતી. પરંતુ રાજેશ ગોહિલ તેના ઘરે તાળો મારી ભાગતો ફરતો હતો. દરમિયાન રામપુરા પાસે ઉભો હોવાની બાત ને મળતા જ અમારી ટીમ એ તેને દબોચી લીધો છે. એ.બી. મોરી, પી.આઈ જવાહર નગર પોલીસ સ્ટેશન

Most Popular

To Top