વડોદરા ગ્રામ પંચાયતોમાં કાલે મતદાનનો ધમધમાટ
કર્મચારી અને શ્રમિકોને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે
કોઈ પણ કર્મચારીને મતદાનના દિવસે રજા ન મળે તો તે કિસ્સામાં નાયબ શ્રમ આયુક્તનો સંપર્ક કરી શકશે.
જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું મતદાન રવિવારને ૨૨મી જુનના રોજ કરાશે.. જિલ્લા ચુંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ તમામ આઠ ગ્રામ પંચાયતોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઇ છે.
જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં આજે કતલની રાત હોઈ ઉમેદવારો દ્વારા પોત પોતાના મત વિસ્તારોમાં મતદારોને રિઝવવા માટેના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. દિવસ રાત્રી સભા અને ભાષણો દ્વારા ઉમેદવારો મતદાતાઓને પોતાની તરફે રીઝવવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે.ટૂંકમાં આખરી દિવસે મતદારોને રિઝવવા માટે બમણા વેગથી એડીચોટીનું જાેર લગાવી દીધું છે. બીજી તરફ મતદારોનો તદ્દન અલગ અંદાજ મૂડ મિજાજ છે. ઉમેદવાર પંચાયતનો વિકાસ કરશે ગ્રામજનોની રજુઆત સાંભળશે તેવા ઉમેદવારોને મત આપવા ઠેર ઠેર ચર્ચાઓ સાંભળવા મળી રહી છે
ઉમેદવારો મતદાનનો છેલ્લી રાત્રે બમણા જોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો સમરસ જાહેર થયાં છે. બાકીની ગ્રામ પંચાયતોમાં ચુંટણીનો જંગ જામશે.
રાજ્ય સરકાર ના સજાગ તંત્ર ચુંટણી મતદાન બાબતે સંપૂર્ણ સજ્જ.
8 તાલુકાના 540 મતદાન કેન્દ્રો ઉપર ઉમેદવારોના ભાવી સીટ માટે સીલ મરાશે.જેમ 4344 મતદાન એજન્ટો, મત ગણતરી એજન્ટ 3644, ચુંટણી એજન્ટ 3662 તૈયાર છે. સાથે મદદમાં 98 ચૂંટણી અધિકારી અને 98 મદદનીશ ચૂંટણી અધિકારી,86 ઝોનલ અધિકારી અને મદદનીશ ઝોનલ અધિકારી 86 સાથે 81 સુપર વાઇઝર ખડે પગે ફરજ બજાવશે. ઉપરાંત 1250 ના ચૂંટણી ફરજ સ્ટાફ,609 પ્રમુખ અધિકારી,607 મદદનીશ પ્રમુખ અધિકારી મતદાન અધિકારી 1606,પટાવાળા 717, મત ગણતરી સુપર વાઇઝર 227 ને મદદનીશ મત ગણતરી સુપર વાઇઝર 284 સાથે ફરજ પર નો 720 નો જંગી કાફલો ચૂંટણી જંગમાં સતર્ક પગલે ચાંપતી નજર રાખશે
વડોદરા જિલ્લાની 299 જેટલી ગ્રામ પંચાયતોમાં આવતી કાલે રવિવારને 22 તારીખે મતદાન થશે.જેતે સ્થાનિક વિસ્તારમા 2019મા નોંધાયેલી રેગ્યુલેશન ઓફ એમ્લોયમેન્ટ એન્ડ સર્વિસ હેઠળની સંસ્થાઓના શ્રમજીવી કે કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે અર્થે ચૂંટણીના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારીને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવશે .અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજી અથવા બદલીમાં મતદાનના દિવસે રજા આપવી પડશે.કાયદા મુજબ વ્યવસ્થા કરવા નાયબ શ્રમ આયુક્ત તરફથી એક ખાસ અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.
જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા કાયદાનો ભંગ કરે તો ઉક્ત કાયદાની જોગવાઈ મુજબ દંડ અને સજાને પાત્ર બને છે મતદાન કરવા રજા ન મળે તો નાયબ શ્રમ આયુક્ત કચેરી (સી-બ્લોક, નર્મદાભવન પાંચમો માળ, જેલ રોડ, વડોદરા, ફોન નં. 02652424576/185નો સંપર્ક થઈ શકશે.
