Vadodara

વડોદરા : કલાલીમાં સર્જાયેલા ટ્રાફિક જામ દરમિયાન વાહનો અડી જતા ચાલકો વચ્ચે મારામારીનો વિડીયો વાઈરલ

વડોદરા તારીખ 4

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા વાહનો એકબીજાને અડી ગયા હતા. જેના કારણે કેટલાક ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી પરંતુ થોડીવારમાં જ મામલો ગરમાયો હતો અને તેઓ છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. જે વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે.

વડોદરામાં વધી રહેલા વાહન વ્યવહારના કારણે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ વિકટ બની રહી છે. ત્યારે કલાલી વિસ્તારમાં આજે 4 જુલાઈના રોજ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે વાહનો એકબીજાને અડી જતા કેટલાક ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આ બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ વાહનોના ચાલક હોય સામ સામે છુટ્ટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે કોઈ શખશે આ વાહન ચાલકો વચ્ચે થઈ રહેલી મારામારીનો વિડીયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો હતો. જેથી કહી શકાય કે વડોદરા શહેરના ટ્રાફિક પર સંચાલન રાખવા માટે દરેક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જવાન મૂકવામાં આવતા હોય છે. પરંતુ આ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તેમને સોંપવામાં આવેલા પોઇન્ટ પર માત્ર નામ પૂરતી હાજરી પુરાવીને જ ફરાર થઈ જતા હોય છે. બીજી તરફ ટીઆરબી જવાન જે ટ્રાફિકનું સંચાલન કરતા હોય છે તેઓને વાહન ચાલકો ગાંઠતા નથી પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને અકસ્માત થાય છે ત્યારે આવા ટ્રાફિક પોઇન્ટ પરથી ગણતરીના કલાકોમાં ફરાર થઈ જનાર કાયમી ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાય તો તેઓ તેમને આપેલા ટ્રાફિક પોઇન્ટ પર હાજર રહે અને ટ્રાફિકના કારણે સર્જાતા અકસ્માત પણ ઘટાડી શકાય તેમ છે.

Most Popular

To Top