Vadodara

વડોદરા: આજવા રોડ પર સોસાયટી પાસે ઉભેલા નવીધરતીના યુવક પર ચાકુથી હુમલો..

HTML Button Generator

અગાઉ થયેલા ઝઘડા-બહેન સાથે પ્રેમ સંબંધ રાખવાની અદાવત રાખીને પાછથી ઘા કર્યો

ઇજાગ્રસ્તને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, બાપોદ પોલીસ દ્વારા હુમલાખોરની શોધખોળ..

ત્રણ વર્ષ પહેલા ડીજેમાં ડાન્સ કરવા મુદ્દે થયેલા ઝઘડા તથા તેની બહેન સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હોવાની અદાવતે યુવતીના ભાઇએ નવીધરતી યુવક પર ચાકુથી હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે યુવક આજવા રોડ પર લગ્ન પ્રસંગમાં ડેકોરેશનનું કામ કરવા માટે આવ્યો હતો અને સોસાયટીના ગેટ પાસે વાત કરવા ઉભો હતો. ત્યારે પાછળથી ઘા મારી હુમલાખોર ફરાર થઇ ગયો હતો. મિત્રોએ તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નવીધરતીમાં રહેતા જતીનભાઈ નીકુલભાઈ 9 મેના રોજ આજવા રોડ પરની શુભ લક્ષ્મી સોસાયટી ખાતે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરવા માટે તેના મિત્રો આયુશ, વિવેક, સુજલ તથા મેહુલને લઇને ગયો હતો. તેઓ લગ્નમા ડેકોરેશનની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેના મિત્ર અમિતનો ફોન આવ્યો હતો. જેથી યુવક શુભલક્ષ્મી સોસાયટીના ગેટ પાસે બાઈક પર બેસી ફોન પર વાત કરી રહ્યો હતો. અગાઉ ભાવીન રાજેશભાઇ પરમાર સાથે યુવકને ત્રણ વર્ષ પહેલા ડી.જે. ડાન્સ કરતી વેળા તકરાર થઇ હતી. ઉપરાંત યુવકને તેની બહેન નામે સાથે ઈસ્ટાગ્રામથી મીત્રતા થતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો તે બાબતે ભાવીન પરમારે યુવકને ઠપકો પણ આપ્યો હતો.  દરમિયાન યુવક સોસાયટીની ગેટ પાસે એકલો ઉભો ઉભો ફોન પર વાતો કરી રહ્યો હતો. તે દરમિયાન જુની અદાવત ભાવીન પરમાર પાછળ આવી ચાકુથી યુવક પર હુમલો કર્યો હતો. જેમાં તેને પીઠના પાછળના ભાગે ઘા  માર્યો હોય લોહીલુહાણ હાલતમાં નીચ ફસડાઇ પડ્યો હતો. આસપાસમાં રહેતા લોકો ભેગા થઇ જતા ભાવીન પરમાર ભાગી ગયો હતો  યુવકના મિત્રો તેને સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top