Vadodara

વડોદરાના વિકાસ માટે રૂ.188 કરોડનું ફંડ મળ્યું

વડોદરા: ઓકટ્રોય નાબુદી બાદ હવે રાજ્ય સરકાર કરવેરાની આવકમાંથી વિકાસ માટે મહાનગરપાલિકા અને નગરાપાલિકાઓને નાણાં આપે છે.ત્યારે આચાર સંહિતાના કારણે ચેક ન મળતા શહેરોના વિકાસ કર્યોમાં ફંડના કારણે અડચણ ઊભી થતી હતી.ત્યારે આજ રોજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનસુખાકારી માટે ધનવર્ષા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી . ગાંધીનગરની હોલ ૪ માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મહાનગર પાલિકા , પાલિકાના સત્તાધીશો શહેરના વિકાસ માટેનું ફંડ લેવા પહોંચ્યા હતા. વડોદરા મહાનગર પાલિકાના મેયર, ડે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પાલિકાના અધિકારીઓ સત્તાધીશો પહોચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગર પાલિકાને મુખ્ય મંત્રી દ્વારા ૧૮૮ કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top