Vadodara

રાવપુરા પોસ્ટ ઓફિસ પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યોવડોદરા મહાનગર પાલિકા દ્વારા કહેવમાં આવ્યું હતું કે શહેરનું પ્રિ મોન્સુન નું કામ ૮૫% પૂર્ણ કરી લેવામાં આવ્યું છે ત્યારે ચોમાસાના પહેલાજ વરસાદ માં ઠેરઠેર પાણી ભરાયાં હતાં.
વડોદરા રાવપુરા પોસ્ટ ઓફિસથી ખરીવવાના મુખ્ય માર્ગ પર ગત રાત્રિના પહેલા વરસાદમાં મસમોટો ભૂવો પડ્યો. જેથી ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા હતા.આ ખૂબ વ્યસ્ત રોડ પર પોસ્ટ ઓફિસ આવેલી છે. ઘણી હોસ્પિટલો આવેલી છે.દવા ની દુકાનો આવેલી છે.જ્યા ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ આવતી હોય છે એ વ્યસ્ત રોડ પર બે મહિના પહેલા પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી રસ્તો નવો બનાવવા lમાં આવ્યો હતો lm ત્યારે આ રોડ પર ભૂવો પડે એ શક્ય નથી. પરંતુ સેવાસદનના નગરસેવક,અધિકારીઓ અને કોન્ટ્રાકટર ભેગા મળી મેવા ખાવા સિવાય કોઈ કામ કરતા નથીને સાબિત થાય છે. કહેવાય તો એવું છે કે ચોમાસુ આવે એટલે ક્યાંકને ક્યાંક ભૂવા પડે પણ વડોદરા માં કઈક અલગ છે ભૂવા પડે એટલે વરસાદ આવે .
ભૂવો પડવાથી ટ્રાફિક જામ થયો હોવાથી આ વિસ્તારના સ્થાનિકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top