Vadodara

બ્રાહ્મણ સભાના ગણેશોત્સવમાં સત્ય વિનાયક પૂજા થઈ

બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવનું સાત દિવસનું આયોજન કરવામાં આવે છે આ સાત દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે. જેમાં ભજન, શ્રી સત્ય વિનાયક પૂજા , સહસ્ત્ર આવર્તન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાતા હોય છે જેના અંતર્ગત આજે ત્રીજા દિવસે ભગવાન શ્રી સત્ય વિનાયકનું પૂજન સંસ્થાના ટ્રસ્ટી શ્રીકાંત કેળકર અને સ્વાતિબેન દ્વારા બ્રાહ્મણ સભા હોલમાં સંપન્ન કરવામાં આવી. બે દિવસ પહેલા સામૂહિક અભિષેક સહસ્ત્રાવર્તનનો કાર્યક્રમ થયો. ગઈકાલે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરમ દિવસે રાત્રે ચાર વેદોના પ્રકાંડ પંડિતો દ્વારા વેદોનું પઠન એટલે જ કે મંત્ર જાગરણનો કાર્યક્રમ રાત્રે 9:00 વાગ્યાથી 10:30 દરમ્યાન સંસ્થાના હોલમાં યોજવામાં આવનાર છે.

Most Popular

To Top