બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે વરસાદ થયો છે ત્યારે બોડેલી તાલુકો પણ બાકી રહ્યો નથી. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ચોમાસાની દસ્તક સાથે બોડેલીમાં વરસાદનુ આગમન જોવા મળી રહ્યું છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના બનાવ જોવા મળ્યા હતા. સતત બીજા દિવસે બોડેલી નગરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું.
સાંજના સમયે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને નગરજનોને ગરમીથી રાહત જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બોડેલી સહિત જિલ્લામાં ગરમી થી પરેશાન આકુળ વ્યાકુળ બનેલા લોકોમાં હાશકારો વર્તાયો હતો .
રાજ્યમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનો અડધો પૂરો થાય તેની આસપાસ થતી હોય છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ છે. બોડેલી નગર સહિત તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે સાથે ધોધમાર વરસાદ પડતા સમગ્ર નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ જોવા મળ્યા હતા
અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી પ્રસરી હતી. લોકોમાં ખુશી જોવા મળી હતી લોકો વરસાદની મજા માણવા માટે બહાર નીકળીને વરસાદમાં પલળીને વરસાદની મજા માણી હતી.
છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારા અને ઉકળાટથી જોવા મળ્યો હતો. ત્યારે કેટલા દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સમગ્ર પંથકમાં ખુશી જોવા મળી હતી. ગઈકાલે સાંજના સમયે એકથી બે કલાક કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયની રાહ જોયા બાદ બોડેલી પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.