Vadodara

‘પ્રોમિસ ડે’ એ જ પ્રેમ ભંગ: પ્રેમિકાએ લગ્ન કરવા માટે ના પાડતા યુવકનો ફાંસો ખાઈ આપઘાત

લક્ષ્મી વિલાસ પેલેસમાં ફરજ બજાવતા યુવકે જીવન ટુકાવ્યું

લક્ષ્મી વિલાસ પેલેસ માં ફરજ બજાવતા યુવકને તેની પ્રેમિકાએ લગ્ન કરવા માટેની ના પાડતા યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પ્રેમ સંબંધ ને વધુ મજબૂત કરવા માટે હાલ વેલેન્ટાઈન વીકની યુવાવર્ગ જોર સોર થી ઉજવણી કરી રહ્યું છે ત્યારે પ્રોમિસ ડે ના દિવસે જ પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા લક્ષ્મી વિલાસ પેલેસ માં ફરજ બજાવતા આનંદ રમેશકુમાર નાયકે ( રહે , શાસ્ત્રીકુંજ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ , ગોરવા, ઉ.વ.29) ગત શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું બપોરે ઘરમાં કોઈ ન હોવાથી એકલતાનો લાભ ઉઠાવીને યુવકે આ પગલું ભરતા પરિવારજનો સાંજે સાત કલાકે પરત પોતાના ઘરે આવતા પોતાના વહાલ સોયાને લટકતી હાલતમાં જોઈને હેબતાઈ ગયા હતા બાદમાં આ બનાવને પગલે તાત્કાલિક સારવાર હેઠળ 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા સયાજી હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અચાનક યુવા કે ગળે ફાંસો ખાઈ લેતા ગોરવા પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જ્યાં યુવકના ઘરમાંથી ચિઠ્ઠી પણ મળી આવી હતી જેથી ગોરવા પોલીસે ચિઠ્ઠી તેમજ પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top