નાગપંચમી નિમિત્તે શહેરના માંજલપુર સ્થિતનાગ-નાગેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી લોકોએ પૂજા-દર્શન કર્યા….. – Gujaratmitra Daily Newspaper

Vadodara

નાગપંચમી નિમિત્તે શહેરના માંજલપુર સ્થિતનાગ-નાગેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી લોકોએ પૂજા-દર્શન કર્યા…..

અહીં વર્ષ-2002 માં નગદેવ-નાગદેવી સાથે બહાર વિહાર કરવા દરમિયાન એક કારે નાગદેવી ને અડફેટમાં લેતાં નાગદેવી મૃત્યુ પામતા નાગદેવે પોતાનું ફણ (માથું)પછાડી પોતાના પ્રાણ ત્યાગી દીધાં હતાં

અહીં નાગ નાગેશ્વરી ની સમાધિ છે જ્યાં ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાથી આસ્થા જોડાયેલી છે

આજે વિક્રમ સંવત 2080 ને શુક્રવાર, શ્રાવણ સુદ પાંચમ છે એટલે નાગપંચમી છે. આજે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે.નાગ દેવતા ભગવાન ના ગળામાં વિંટળાયેલા આપણે જોઈ શકીએ છીએ.નાગને દેવતા તરીકે ભારતમાં પૂજવામાં આવે છે. વડોદરા શહેરમાં નાગ દેવતા અને નાગદેવીની સમાધિ પણ આવેલી છે. વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલા મોનાલિસા ની બાજુમાં નાગ-નાગેશ્વરી મંદિર આવેલું છે અહીં નાગપંચમી નિમિત્તે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓની ભારે ભીડ દર્શન-પૂજન માટે જોવા મળી હતી. આ મંદિરના ઇતિહાસ મુજબ તા. 04-08-2002માં અહીં બાજુમાં એક કંપની હતી તેમાંથી નાગ દેવતા પોતાની નાગદેવી સાથે બહાર વિહાર કરવા નિકળ્યા હતા ત્યારે જે તે સમયે બાજુમાં રોડ હતો આ રોડપર થી એક ઇકો કારની અડફેટમાં નાગદેવી આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું નાગદેવીનુ જ્યાં મોત થયું ત્યાં જ નાગદેવતાએ પોતાનું માથું (ફણ) પછાડી પછાડીને પોતાના પ્રાણ ત્યાગી દીધાં હતાં આ દ્રશ્ય જોઇ જે તે સમયે સ્થાનિકો દ્વારા નાગ દેવતા અને નાગ દેવીની અહીં સમાધિ તૈયાર કરી હતી જે આજે નાગ-નાગેશ્વરી ના મંદિર તરીકે ઓળખાય છે. આજે મંદિરને ફૂલો તથા બલૂન્સ ફુગ્ગાઓ) થી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. અહીં શ્રધ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે.શ્રધ્ધાળુઓ અહીં નાગપંચમી પર્વે કઠોળ જેમાં ચણા મગ મઠીયા તથા કુલેર પ્રસાદી રૂપે ચઢાવે છે સાથે જ રૂની પૂણી દૂધ જળથી અભિષેક કરી ફૂલો કંકુ સાથે પૂજા કરે છે અને પ્રસાદી અર્પણ કરે છે. આ અંગે અહીંના પૂજારી અંબાલાલ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Most Popular

To Top