ધાનપુર: ધાનપુર તાલુકાના ધનાર પાટિયા ગામમાં આજે બપોરે અચાનક ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે દરમિયાન એક 15 વર્ષીય તેજલ બેન વિનું ભુરીયા નામની યુવતી પર વીજળી પડતા યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. જાણવા મળ્યું છે કે યુવતી રસ્તા ઉપર ઊભી હતી ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. ઘટના બાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગામે વીજળી પડતા બે બળદના મોત

ધાનપુર તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદના પગલે ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગામે મેડા દિતીયાભાઈ મનસુખભાઈ નામના ખેડૂતના ઝાડ નીચે બાંધી રાખેલ બે બળદ ઉપર એકાએક વીજળી પડતા બંને બળદોના મોત નીપજ્યા છે ત્યારે હાલ ચોમાસામાં ખેતીના સમયે બળદના વીજળી પડતા મોત નીપજતા ખેડૂત દીતીયા ભાઈને માથે જાણે આભ તુટી પડયું હોય તેમ લાગી રહ્યું છે.
