Dahod

દાહોદમા વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ

HTML Button Generatorદાહોદ શહેર મા છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરો બેફામ બન્યા છે. દાહોદમા આજે વધુ એક વ્યક્તિએ વ્યાજખોરના ચુંગાલમા ફસાયા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર ને જાણ થતા સત્વરે દોડી જઇ ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે લઇ જતા વ્યક્તિ બચી ગયો હતો. દાહોદ પોલીસ ને જાણ થતા સત્વરે દાહોદ પોલીસ પણ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ છે દાહોદના મેડીકલ કોલોનીમાં રહેતા વિજય મગન ભૂરીયાએ ગોધરા રોડ દાહોદ ખાતે રહેતા વિમલ સાંસી નામના યુવક પાસેથી 3 લાખ રૂપિયા 10% ના વ્યાજ પર લીધા હતા. જેમાં વિજય દ્વારા વિમલ સાંસીને કુલ 6 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ પણ વિમલ સાંસી વિજય ભૂરીયાને વારંવાર ફોન દ્વારા ધાક ધમકીઓ આપી વ્યાજ અને મુદલના પૈસાની ઉઘરાણી માટે ત્રાસ આપતો હતો. વ્યાજ ખોરના ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળી વિજયે એસીડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Most Popular

To Top