Dahod

દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 9000 HP નું પ્રથમ એન્જીન નજીકના સમયમાં તૈયાર થશે.





દાહોદ તા.૧૦

દાહોદના પરેલમાં 20,000 કરોડના ખર્ચે આકાર પામનાર રેલ્વે રોલિંગ સ્ટોક કારખાનામાં 9000 hp ના લોકો મોટીવ એન્જીન બનીને તૈયાર થવાની દિશામાં રેલવે તંત્ર હવે એક ડગલું આગળ પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ 9000 HP ના રેલવે પ્રોડક્શન યુનિટનું થોડાક દિવસ પૂર્વે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સિમેન્સ કંપની દ્વારા બનાવવામાં આવેલ આ રેલવે પ્રોડક્શન યુનિટમાં ગઈકાલે પુના ખાતે સ્થિત યુલ્ટામેક્સ લિમિટેડ કંપનીમાંથી રોડ માર્ગે મોકલવામાં આવેલા 9000 hp ના ઇલેક્ટ્રીક લોકોમોટીવ કાર બોડી સેલ (CBS) રોલિંગ સ્ટોક વર્કશોપ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ ખાતે આવતા રેલવે તંત્રના અધિકારીઓ, સી ડબ્લ્યુ એમ મુખ્ય કારખાના પ્રબંધક વિનય કુમાર સહિતના આલાધિકારીઓ દ્વારા એન્જિનની કાર બોડીનું પૂજન કરી આવકાર્યો હતો. સિમેન્સ કંપની દ્વારા લોકો મોટીવના cbs માં હવે ઘટકોનું એસેમ્બલી શરૂ કરાશે. જેના પગલે હવે નજીકના સમયમાં આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં 20000 કરોડના ખર્ચે આકાર પામનાર રેલવે પ્રોડક્શન યુનિટમાં 9000 hp નું પ્રથમ લોકોમોટીવ એન્જિન તૈયાર થઈને રેલવેના પાટા પર દોડશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રેલવે પ્રોડક્શન યુનિટ ની આધારશીલા 20 એપ્રિલ 2022 ના રોજ દાહોદ ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીલાન્યાસ કરી કારખાના બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો હેતુ એ હતો કે આદિવાસી બાહૂલી ધરાવતા દાહોદ જિલ્લાના આદિવાસી લોકોને સ્થાનીય સ્તરે રોજગાર મળે તેમજ દાહોદનુ નામ સમગ્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ ફલક પર ગુંજતું જોવા મળે. આ રેલવે પ્રોડક્શન તૈયાર કરવા માટે ખાસ પીએમઓ દ્વારા કેન્દ્ર સરકારના ટોપ પ્રાયોરિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરી ગણતરીના મહિલાઓમાં આ રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. હવે પ્રથમ લોકોમોટિવ કાર બોડી સેલ CBS આવી પહોંચતા હવે નજીકના સમયમાં દાહોદમાં તૈયાર થયેલાં 9,000 HP ના લોકોમોટિવ એન્જિન ભારત જ નહિ વિદેશોમાં પણ નિકાસ કરશે.

Most Popular

To Top