Vadodara

છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનો વિવાદિત વિડિયો વાયરલ

  • ગ્રામજનોને સંબોધિત કરતી વખતે જશુ રાઠવાએ અભદ્ર ભાષાનો કર્યો ઉલ્લેખ
  • કોઈ અધિકારી ટણી  કરે તો એને પણ ** ગાળાટી નાખવાનો : રાઠવા 

લોકસભાની ચૂંટણીમાં એક બાદ એક નેતાના વાણી વિલાસ સામે આવી રહ્યા છે. કોઈ સમાજ પ્રત્યે પોતાનો વાણી વિલાસ કરે છે તો કોઈ અધિકારીઓ ઉપર તૂટી પડે છે જો કે છોટાઉદેપુર બેઠકના ભાજપાના ઉમેદવાર દ્વારા પોતાના સંબોધનમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે અને તેમાં તેઓ બીભત્સ શબ્દ બોલતા હોવાનું સ્પષ્ટ પાને જણાઈ રહ્યું છે. 

લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. અને ઉમેદવારો પોતાના મતદારો સુધી પહોચીને તેઓને રીઝવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. ઉમેદવારો પટોણા મતદારોને તેઓની ભાષામાં સમજાવવાના પ્રયાસોમાં ક્યારેક પોતાની જીભ ઉપર કાબુ ગુમાવી દે છે. આવું જ કંઈક છોટાઉદેપુરના ભાજપાના ઉમેદવાર સાથે થયું છોટાઉદેપુર બેઠકના ભાજપણ ઉમેદવાર જાશું રાઠવા એક ગામમાં લોકોને સંબોધી રહ્યા હતા. અને તેઓ ગેલમાં આવી ગયા હતા. તેઓએ લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે “દરેક બુથ ઉપર ભાજપાને મત મળવા જોઈએ. ગામમાંથી એક પણ મ કોંગ્રેસ ને ન જાય તે જોવાની જવાબદારી યુવાનોની છે. અને યુવાનોએ કહેવાનું છે કે 140 કરોડમાંથી એક જ રાઠવા દિલ્હીમાં જવાનો છે. પછી શું કોઈ અધિકારી ટણી કરે તો ** તેને પણ ગાળાટી નાખવાનો” એમ જણાવતા વીડિયોમાં નજરે પડે છે. આ વિસ્તારમાં હાલ આ વિડીયો વાયરલ થયો છે જેમાં લખવામાં આવ્યું છે કે ધ્યાનથી સાંભળો જશુભાઈ રાઠવાનો પ્રચાર એજન્ડા. હાલ તો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Most Popular

To Top