વડોદરા શહેરમાં થોડા સમય પહેલા પાણીગેટ વિસ્તારમાં ગૌમાસથી બનાવેલા સમોસા વેચવાનો ચકચાર જગાવનાર કિસ્સો બન્યો હતો. ત્યાર બાદ પાલિકા દ્વારા ન્યુ હુસેની સમોસા સેન્ટર દુકાનનું લાઇસન્સ રદ કર્યું હતું અને ગૌ માસથી બનાવેલ સમોસાના આરોપીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ ફરી લાઇસન્સ રદ હોવા છતાં દુકાન સંચાલક દ્વારા દુકાન ખોલી સમોસાનું વિતરણ કરતા હતા. જેની જાણ પાલિકાના આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગ સાથે દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે પાણીગેટ વિસ્તારમાં ન્યુ હુસેની સમોસા સેન્ટર પર આવી પહોંચી હતી . આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ દરમિયાન દુકાનમાં સમોસા નું વેચાણ થતું હતું પરંતુ લાઇસન્સ રદ હોવા છતાં દુકાન ચાલુ કરતા પાલિકાની આરોગ્ય વિભાગ અને દબાણ શાખા દ્વારા દુકાનને સિલીંગ કરી નોટિસ ફટકારી હતી. આ વિસ્તાર સંવેદનશીલ હોના કારણે પાલિકાની ટીમ સાથે પોલીસની ટીમ સાથે રાખી કાર્યવાહી કરી હતી. જોકે આજરોજ દુકાનમાં બનતા સમોસા ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દુકાનનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું હતું છતાં દુકાન સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે દુકાનમાં સમોસાનું વેચાણ કરતા હોય એવું અમારી જાણ માં આવતા દુકાન સિલ કરી નોટિસ આપવાની કાર્યવાહી કરી છે.
ગૌમાંસના સમોસા વેચનાર દુકાન બંધ કરાવાઈ
By
Posted on