Charotar

ખંભાતની સ્મેકોસ ફુડ કંપનીના નમુના મીસ બ્રાન્ડેડ થયાં

HTML Button Generator

સોખડા ગામમાં આવેલી કંપનીને રૂ.70 હજારનો દંડ કરાયો

(પ્રતિનિધિ) આણંદ તા.8

આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલા અમીષા વે બ્રીજ નજીક આવેલી સ્મેકોસ ફુડ પ્રોડક્ટસ પ્રા. લી.  ખાતે બારૈયા હરેશભાઈ ત્રીકમભાઈ પાસેથી સાક્ષીની રૂબરૂમાં સેલ્ટોસની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટ, ભુજને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યો હતો, જે મીસ બ્રાન્ડેડ જાહેર થયો છે.

આણંદના ફુડ વિભાગની તપાસમાં મીસ બ્રાન્ડેડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોઇ આણંદના એડજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલા હુકમ મુજબ ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલા અમીષા વે બ્રીજ નજીક સર્વે નં.202/9 ખાતે આવેલ સ્મેકોસ ફુડ પ્રોડક્ટસ પ્રા. લી. ની પેઢી ખાતે નમૂનો આપનારા વેન્ડર બારૈયા હરેશભાઈ ત્રીકમભાઈ અને વેન્ડર કમ ઉત્પાદક પેઢીના નોમીની કૃણાલ નવીનચંદ્ર પટેલને વ્યક્તિગત રૂપિયા દસ હજાર તથા ઉત્પાદક પેઢીને રૂ. 50 હજારનો દંડ મળી કુલ રૂપિયા 70 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top