Vadodara

કપડવંજ ના ઉદાપૂરા પાટિયા પાસે લક્ઝરી બસ પલ્ટી,૧૩ વ્યક્તિ ને ઇજા

કપડવંજથી કઠલાલ જતા ઉદાપુરા પાટીયા પાસે શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ઉદાપુરા પાટિયા પાસે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ 13 માણસોને સામાન્ય ઇજાઓ થઇ હતી. જેમાં પાંચને કઠલાલ અને આઠ જણને કપડવંજ દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.

ખાનગી લક્ઝરી બસ નંબર AR 01 Y 9009 આંમેટ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી ત્યારે પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતની જાણ થતા આતરસુંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતની જાણ કઠલાલ, કપડવંજ તથા મહુધા 108 ને થતાં એમ્બ્યુલન્સના હાજર સ્ટાફ ઈમટી ઈરફાનભાઈ, પાઈલોટ દેવાંશુભાઈ, દિલિપભાઈ, રમેશ ભાઈ ,જગદિશ ભાઈ , રયજી ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સ્ટાફે ટ્રાવેલ્સમા ફસાયેલા તમામ મુસાફરોને એમ્બ્યુલન્સનાં સાધનોની મદદથી તાત્કાલિક બહાર કાઢીને બચાવી લીધા હતાં. ઈજાગ્રસ્તોને નજીકની કઠલાલ અને કપડવંજ સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top