Vadodara

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે 11મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ વરણામા ખાતે યોજાશે

વડોદરા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે.

ત્રિમંદિરના વિશાળ ખંડમાં એક સાથે અઢી હજાર લોકો સામૂહિક યોગાભ્યાસ કરશે.
પ્રતિનિધિ. વડોદરા.20
આગામી તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ આયોજિત ઉજવણીમાં યોગાભ્યાસુઓ સહભાગી થશે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે નિયમીત યોગિક ક્રિયાઓ કરીને પોતાનું જીવન નિરામય બનાવે તેવો સંદેશો આપશે.
તે બાબતે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ હેઠળ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમનું આયોજન વરણામામા કરવામાં આવ્યું છે.અંદાજે અઢી હજારથી વધુ લોકો સહયોગ આપવા એકત્ર થશે. જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત પૌરાણિક સ્થળોએ પણ યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર જિલ્લાની તમામ શાળા-કોલેજો, સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી સામૂહિક યોગાભ્યાસ થશે.
આ યોગ દિવસની ઉજવણીમાં વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ સહભાગી થઈ છે. ખાસ કરીને યોગિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓના યોગ પ્રશિક્ષકો દ્વારા ગામે ગામ યોગાભ્યાસ થશે.
ભારતની પ્રાચીન વિદ્યા યોગ નિરોગ શરીર, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉર્જા પ્રાપ્તિનો અક્ષય સ્ત્રોત છે. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત વડોદરામાં થનાર યોગ દિવસની ઉજવણીમાં યોગાભ્યાસ નિત્યક્રમ બને તેમજ લોકો યોગનું મહત્વ સમજે તે માટે નાગરિકો સ્વયંભૂ યોગ દિનની ઉજવણીમાં સહભાગી થાય તેવી તેમણે અપીલ કરી છે.

Most Popular

To Top