Vadodara

આ શું બેરોજગારી નું કારણ છે કે નેતા ઓ ના નવા સ્ટંટ ?

આજે વડોદરા ના બે બીજા નેતા ઓ ના ફેસબુક એકાઉન્ટ ડમી બનીયા અને લાગતા વળગતા ની પાસે નંબર માંગવા માં આવ્યાં ત્યારે નેતાના લાગતા વળગતા એ નેતા ને ફોન કરી ને પૂછ્યું કે તમે ફેસબુક પર મારો નંબર માગ્યો ત્યારે આ વાત નેતા ના ધ્યાને આવી અને પોતે ફેસબુક પર બધાને જાણ કરી ને કહ્યું કે મારું ફેસબુક એકાઉન્ટ ડમી બનાવવા માં આવ્યું છે કોઈ એ વ્યવહાર કરવો નહિ.
વડોદરા ના પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય તથા શહેર વાડી વિસ્તાર ના ધારાસભ્ય મનીષા બેન વકીલ નું ડમી ફેસબુક એકાઉન્ટ બન્યું હોવાની જાણ તથા બંને નેતાઓ એ પોતાના સોશિયલ મીડિયા પર જણાવેલ કે અમારા નામ અને ફોટો નો દૂર ઉપયોગ કરી ડમી એકાઉન્ટ બનાવેલ છે કોઈએ પણ એમને પૂછ્યા વગર કોઈ પણ જાત ની વ્યવહાર કરવો નહિ.
આ વાત જ્યારે ગુજરાતમિત્ર દ્વારા ધારાસભ્ય કેયુર રોકડીયા ને પૂછવા માં આયુ કે આપે પોલીસ ફરિયાદ કરી છે? ત્યારે તેઓએ જણાવેલ કે મારું ફેસબુક એકાઉન્ટ હેક નથી થયું કોઈ અજાણ્યા વ્યકતિં એ મારા ફોટા દ્વારા ફેસબુક એકાઉન્ટ ડમી બનાયું છે માટે ફરિયાદ ના થાય અમે પોલીસ ને જાણ કરી છે. અને સોશિયલ મીડિયા પર અમે લોકો ને પણ જાણ કરી છે.
જ્યાં ચાલુ ટર્મ ના ધરસભ્ય જો સેફ ના હોય તો પ્રજા ઓ ક્યાંથી સેફ હોય.
આવર નવાર આવા કિસ્સા સામે આવે છે. તો શું આ બે રોજગારી નું કારણ છે કે નેતા ઓ નો સ્ટંટ એ સમજાતું નથી.

Most Popular

To Top