Charotar

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં ૬૧.૧૫ ટકા જેટલું મતદાન નોંધાયું

આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે સાંજના ૦૫:૦૦ કલાકે ૬૧.૧૫ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦૫:૦૦ કલાકે કુલ ૬૧.૧૫ ટકા મતદાન થવા પામ્યું છે. જેમાં ૧૦૮-ખંભાતમાં ૫૯.૯૦ ટકા, ૧૦૯-બોરસદમાં ૬૦.૧૧ ટકા, ૧૧૦-આંકલાવમાં ૭૦.૮૨ ટકા, ૧૧૧-ઉમરેઠમાં ૫૯.૨૭ ટકા , ૧૧૨-આણંદમાં ૫૭.૩૨ ટકા, ૧૧૩-પેટલાદમાં ૬૨.૫૨ ટકા અને ૧૧૪-સોજિત્રા વિધાનસભા બેઠક પર ૬૦.૧૧ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.


Most Popular

To Top